
કર્તવ્યકાળમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીના માર્ગદર્શન હેઠળ ‘વિકસિત ગુજરાત’ના નિર્માણ માટે વિકસિત ગુજરાતના વિઝન અને જનકલ્યાણના મિશન સાથેનું જાજરમાન બજેટ રજૂ કરવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો ખૂબ ખૂબ આભાર.ગુજરાત સરકારના બજેટમાં અનેકવિધ ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે, જે રાજ્યના સર્વાંગી વિકાસને વેગ આપશે.આ બજેટમાં શિક્ષણ વિભાગ માટે કુલ ₹59,999 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે શિક્ષણના સ્તરમાં સુધારો લાવવા અને યુવાનોને વધુ સારી તકો પ્રદાન કરશે.,મહિલા અને બાળ વિકાસ માટે ₹7668 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે મહિલા સશક્તિકરણ અને બાળકોના વિકાસને પ્રોત્સાહન આપશે, પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને પૌષ્ટિક અને સ્વાદિષ્ટ ભોજન મળી રહે તે માટે ₹551 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે બાળકોના સ્વાસ્થ્ય અને શિક્ષણ પર સકારાત્મક અસર કરશે,માર્ગ અને મકાન વિભાગ માટે ₹24,705 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે રાજ્યના માળખાકીય વિકાસને મજબૂત બનાવશે,તેમજ ડીસા થી પીપાવાવ સુધીના માર્ગને નમો શકિત એક્સપ્રેસ વે તરીકે વિકસવામાં આવશે ,આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે ₹23,385 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં સુધારો લાવશે અને લોકોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવશે, ગરીબોના ઘરના ઘરનું સપનું સાકાર કરવા 3 લાખથી વધુ આવાસનું નિર્માણ કરવામાં આવશે, જે ગરીબ પરિવારોને 1.70ની સહાય વધારવામાં આવી છે જે આશ્રય અને સુરક્ષા પ્રદાન કરશે, મુખ્યમંત્રી પોસ્ટિક આહાર યોજના માટે ₹617 કરોડની જોગવાઈ કરવામાં આવી છે, જે બાળકો અને સગર્ભા મહિલાઓના પોષણને સુનિશ્ચિત કરશે.આ બજેટ ગુજરાતને નવી ઊંચાઈઓ પર લઈ જશે અને રાજ્યના વિકાસને વધુ વેગ આપશે.તેવું ગુજરાત રાજ્ય નું સને 2025-26 ના વર્ષ નું ગરીબ,ખેડૂત લક્ષી બજેટ રાજૂ કરી ગુજરાત ના વિક્સને ને વેગન આપનાર હોય તેથી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા નાણાં મંત્રી શ્રી કનુ ભાઈ દેસાઇ નો આભાર વ્યકત કરી આ બજેટને સાવરકુંડલા વિધાન સભાના ધારાસભ્ય શ્રી મહેશ ભાઈ કસ્વાલ દ્વારા આવકારમાં આવેલ છે તેમ અટલ ધારા કાર્યાલય ની યાદી જણાવે છે