Saturday, March 15, 2025
HomeGujaratઆગામી 4 દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે, અમદાવાદમાં...

આગામી 4 દિવસમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ થઈ શકે, અમદાવાદમાં વરસાદની હજી રાહ જોવી પડશે

Date:

Related stories

BREAKING: Ukraine Ceasefire Deal – Trump Urges Putin to...

Washington: The long-standing Russia-Ukraine war has reached a potential...

Pi Coin Price ( $PI ): A $1.8 to...

Short-Term Pi Price Predictions (0-12 months)Medium-Term Pi Price Predictions...

Software Developer Internship in 2025 | Apply Now!

Software Developer Latest Openings in 2025 Frontend Internship Opportunities AvailableBackend...

Entry-Level Jobs for Freshers – Internship And experience Apply...

Entry-Level Jobs for Freshers – Apply Today! ...

Air India Women’s Day 2025 – Celebrating Women in...

Introduction Air India is celebrating International Women’s Day with...

10 High-Paying Remote Jobs In Tech Hiring Now In...

High-Paying Remote Jobs In Tech Hiring Now In 20241....

દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં છેલ્લા ત્રણેક દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને આગામી 4 દિવસ દરમિયાન પણ દક્ષિણ ગુજરાતમાં ભારે અને કેટલાક વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાના હવામાન ખાતા દ્વારા સંકેતો આપવામાં આવ્યાં છે.જો કે અમદાવાદ શહેરમાં આગામી 4 દિવસ દરમિયાન હજુ સારા વરસાદની શક્યતાઓ જણાતી નથી. હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ વિસ્તાર તેમજ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી શકે છે. સુરત, વલસાડ અને નવસારીમાં આગામી મંગળવારે ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 176 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ સુરતના પલસાણામાં 209 મિમી. બનાસકાંઠાના દિયોદરમાં 190 મિમી અને નવસારીના ખેરગામમાં 144 મિમી વરસાદ થતાં લોકોએ રાહત અનુભવી છે. તે ઉપરાંત આજે સવારે 6 વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધીમાં 57 તાલુકાઓમાં વરસાદ થયો છે. વાંસદા, તલાલા અને ગણદેવીમાં સૌથી વધુ વરસાદ આજે સવારે થયો છે.હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ, શનિવારે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છ, રવિવારે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં અને સોમવારે નવસારી, વલસાડ, પોરબંદર, દ્વારકા અને કચ્છ, જ્યારે મંગળવારના રોજ સુરત, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલીમાં ભારેથી અતિભારે જ્યારે આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ પડશે.દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિવિધ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો હતો. રાજ્યમાં ચોમાસુ સમયસર શરૂ થતાં આજદિન સુધી સિઝનનો સરેરાશ વરસાદ 10 ટકાએ પહોંચ્યો છે. બીજી તરફ કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં હજુ મેઘકૃપા વરસી નથી. રાજ્યના કુલ 251 તાલુકા પૈકી 19 તાલુકામાં હજુ ઝીરો ટકા વરસાદ નોંધાયો નથી જ્યારે અનેક તાલુકામાં માત્ર 2થી 12 મિલીમીટર જેટલો સામાન્ય વરસાદ પડ્યો છે. રાજ્યના ઇમર્જન્સી ઓપરેશન સેન્ટર પરથી મળતી માહિતી પ્રમાણે રાજ્યના 103 તાલુકામાં 2 ઇંચ સુધીનો, 90 તાલુકામાં બેથી 5 ઇંચ સુધી, 39 તાલુકામાં 5થી 10 ઇંચ સુધી જ્યારે 13 તાલુકામાં 10થી 20 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.રાજ્યમાં એક તરફ અનેક વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો છે ત્યારે કચ્છ અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો વરસાદ માટે તરસી રહ્યા છે. આ બંને ઝોનમાં સિઝનનો માત્ર 4 ટકા જેટલો વરસાદ નોંધાયો છે. કચ્છના અબડાસા, લખપત અને રાપર તાલુકામાં એક ટીપું વરસાદ પડ્યો નથી.ઇમર્જન્સી ઓપરેશન સેન્ટરના રિપોર્ટ મુજબ દક્ષિણ ગુજરાતમાં સિઝનનો સૌથી વધુ 11.73 ટકા વરસાદ નોંધાયો છે. આ ઝોનમાં સરેરાશ 173.15 એમએમ વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં 74.96 એમએમ સાથે 10.46 ટકા જ્યારે મધ્ય ગુજરાતમાં 8.53 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.

BREAKING: Ukraine Ceasefire Deal – Trump Urges Putin to...

Washington: The long-standing Russia-Ukraine war has reached a potential...

Pi Coin Price ( $PI ): A $1.8 to...

Short-Term Pi Price Predictions (0-12 months)Medium-Term Pi Price Predictions...

Software Developer Internship in 2025 | Apply Now!

Software Developer Latest Openings in 2025 Frontend Internship Opportunities AvailableBackend...

Entry-Level Jobs for Freshers – Internship And experience Apply...

Entry-Level Jobs for Freshers – Apply Today! ...

Air India Women’s Day 2025 – Celebrating Women in...

Introduction Air India is celebrating International Women’s Day with...

10 High-Paying Remote Jobs In Tech Hiring Now In...

High-Paying Remote Jobs In Tech Hiring Now In 20241....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here