
અંતે તમારી પ્રતિક્ષાનો અંત આવી રહ્યો છે! ભારતમાં સૌથી વધુ જોવામાં આવેલ થ્રિલર ડ્રામા શ્રેણીઓ પૈકી એક, ‘એક બદનામ આશ્રમ’, ની સીઝન 3 નો એક્શનથી ભરપૂર ભાગ 2 આવી રહ્યો છે, જેનું પ્રીમિયર 27 ફેબ્રુઆરીએ એમેઝોનની ફ્રી વિડિઓ સ્ટ્રીમિંગ સર્વિસ એમએક્સ પ્લેયર પર થશે. આ સ્ટ્રીમિંગ સેવા પર આજે આ નવી સીઝનનું હાઇ-વોલ્ટેજ ટ્રેલર લોન્ચ થઈ ગયું છે, જે તેના દર્શકોને ફરીથી આશ્રમની દુનિયામાં લઈ જાય છે, જ્યાં સત્તા, વફાદારી અને પ્રતિશોધ જેવી ભાવનાઓ સાથે મુકાબલો થાય છે. રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા દિગ્દર્શક, પ્રકાશ ઝા દ્વારા દિગ્દર્શિત અને નિર્મિત, ‘એક બદનામ આશ્રમ’ સીઝન 3 ભાગ 2 માં બોબી દેઓલ મુખ્ય ભૂમિકામાં છે, અને તેમાં આદિતિ પોહંકર, દર્શન કુમાર, ચંદન રોય સાન્યાલ, વિક્રમ કોચર, ત્રિધા ચૌધરી, અનુપ્રિયા ગોએન્કા, રાજીવ સિદ્ધાર્થ અને એશા ગુપ્તા પણ મુખ્ય ભૂમિકાઓમાં છે. આ ટ્રેલર બાબા નિરાલાના સામ્રાજ્યમાં ઊભા થતાં વિવાદો, પમ્મીના નિર્ભય પુનરાગમન અને ભોપા સ્વામીની સત્તાની ભૂખને કારણે તેમના નજીકના સાથીઓ સાથેના તણાવની એક ઝલક આપે છે. અહી ન્યાય માટે લડત હોવાથી, એક બદનામ આશ્રમ સીઝન 3 – ભાગ 2 માં એક નવી અને રોમાંચક ગાથાની શક્તિશાળી રજૂઆત છે, મનની આ ભાવનાઓ અને ઊંડી રાજ રમતો છે, તેમાં જોડાણો બદલાય છે અને આશ્રમમાં અમુક કાળા સત્યોને ઉજાગર કરે છે. પરંતુ જેમ જેમ આ સંબંધોમાં તિરાડ પડવા લાગે છે, તેમ બાબા નિરાલા તેમના પોતાના સામ્રાજ્યને મજબૂત બનાવવાનો કોઈ માર્ગ શોધી કાઢશે, કે પછી આ તેમના અંતની શરૂઆત હશે?એમેઝોન એમએક્સ પ્લેયરના કન્ટેન્ટ હેડ અમોઘ દુસાદે આ નવી સીઝન પર પોતાના વિચારો જણાવતા કહ્યું કે, “એક બદનામ આશ્રમ ભારતની સૌથી મોટી શ્રેણી છે અને તેના અનોખા પાત્રો અને આકર્ષક વાર્તા સાથે વિશાળ પ્રેક્ષકગણ ઊભું કર્યું છે. આ વાર્તામાં બોબી દેઓલ કેન્દ્ર સ્થાને છે અને પ્રકાશ ઝા તેમની દિગ્દર્શક કુશળતા સાથે, આવા અનેક અસાધારણ કલાકારો સાથે, એમેઝોન એમએક્સ પ્લેયર પર આશ્રમના આગામી પ્રકરણને વધુ ઉત્તેજક બનાવશે જેની પ્રેક્ષકો રાહ જોઈ રહ્યા છે.”આ સિરીઝમાં પોતાની ભૂમિકા અને પાત્ર અંગે બોબી દેઓલે કહ્યું કે, “બાબા નિરાલા એવું માને છે કે તે અજેય છે અને તેની શક્તિ અને સત્તા અજોડ છે, પરંતુ શક્તિ વિશે વાત કરીએ તો તે હંમેશા ચંચળ હોય છે. આ સિઝનમાં તે સૌથી વધુ સંવેદનશીલ છે, છતાં આ પરિસ્થિતિ તેને વધુ ખતરનાક બનાવે છે. તે જે પણ નિર્ણય લે છે તે તેના પાત્રમાં અનેક સ્તરો ઉમેરે છે, અને વાર્તાને વધુ આકર્ષક બનાવે છે. તે ભાવનાત્મક રીતે તીવ્ર, અને એક્શનથી ભરપૂર શ્રેણી છે, અને પ્રેક્ષકો તેનો અનુભવ કરે તેની હું રાહ જોઈ રહ્યો છું.”પુરસ્કાર વિજેતા નિર્માતા અને દિગ્દર્શક પ્રકાશ ઝાએ આ નવી સિઝન વિશે પોતાની આંતરદૃષ્ટિ શેર કરતા કહ્યું કે, “એક બદનામ આશ્રમની દરેક સિઝન બાબા નિરાલાની કાળી બાજુ સાથે નવી વાર્તાનું સ્તર રજૂ કરે છે! આ નવા એપિસોડમાં એક મહત્વપૂર્ણ વળાંક છે – જેમાં તેના મૂળભૂત પાયા નષ્ટ થવા લાગે છે, અને આ રાજ રમતના નિયમો ફરીથી સામે આવે છે, અને અહી કોઈ સુરક્ષિત નથી. આ સંઘર્ષો, વિશ્વાસઘાત અને સત્તાની અવિરત શોધની એક આકર્ષક વાર્તા છે જે દર્શકોને અંત સુધી જકડી રાખશે.”