Thursday, August 14, 2025
HomeWorldફિલિપાઇન્સ દૂર્ઘટનાઃ 85 લોકોને લઇને જતુ મિલિટ્રી પ્લેન લેન્ડિંગ દરમિયાન ક્રેશ

ફિલિપાઇન્સ દૂર્ઘટનાઃ 85 લોકોને લઇને જતુ મિલિટ્રી પ્લેન લેન્ડિંગ દરમિયાન ક્રેશ

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

ફિલીપાઇન્સઃ ફિલીપાઇન્સ મિલિટ્રી પ્લેન તૂટી પડ્યું હોવાના સમાચાર છે. આ પ્લેનમાં 85 લોકો સવાર હતા. આર્મ ફોર્સના વડાએ રવિવારે સવારે આ માહિતી આપી હતી. અત્યાર સુધીમાં 40 લોકોને બચાવી લેવાયા હોવાનો તેમણ દાવો કર્યો છે. પ્લેનમાં સવાર અન્ય લોકોને બચાવવાની કામગીરી શરૂ છે.
જનરલ સિરાલીટો સોબેજનાએ કહ્યું, સી-130 દક્ષિણ ફિલીપાઇન્સના જોલો આઈલેન્ડ પર ઉતરતી વખતે રન વે પર ઉતરાણ કરવાનું ચૂકી જતાં આ ઘટના બની હતી. પ્લેનમાં સવાર મોટાભાગના લોકો તાજેતરમાં બેસિક મિલિટ્રી ટ્રેનિગમાં ગ્રેજ્યુએટ થયેલા હતા અને તેમને જોઈન્ટ ટાસ્ક ફોર્સની તાલીમ આપવા આઇલેંડ પર લઈ જવાતા હતા.ફિલિપાઈન્સ આર્મીના ચીફ જનરલ સિરિલીટો સોબેજાનાએ જણાવ્યું કે સળગતા સી-130 પ્લેનમાંથી 40 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. જે સમયે દુર્ઘટના બની તે સમયે પ્લેન સુલુ રાજ્યના જોલો આઈલેન્ડ પર લેન્ડ કરવાની કોશિશ કરી રહ્યું હતું.

દુર્ઘટના પછી પ્લેનમાંથી નીકળતા ધુમાડાના ગોટા દૂર સુધી જોવા મળ્યા. PHOTO Courtesy – Pondhon TV

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here