Sunday, June 8, 2025
HomeGujaratઅમદાવાદમાં માનસી ચાર રસ્તા પાસે, C-TAG નામની કોડિંગ શીખવતી સંસ્થાએ તેમના Foundation...

અમદાવાદમાં માનસી ચાર રસ્તા પાસે, C-TAG નામની કોડિંગ શીખવતી સંસ્થાએ તેમના Foundation Day ની ઉજવણી એક અનોખી રીતે કરી

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

C-TAGના સંસ્થાપક શ્રી પારસભાઈ ગાંધી સાથે વાત કરતાં જાણવા મળ્યું કે સંસ્થા વિદ્યાર્થીના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપે છે. તેના ભાગ રૂપે, C-TAG “V R 1” નામના વિદ્યાર્થી જૂથનું સંચાલન કરે છે, જે સમાજસેવામાં જોડાય છે. છેલ્લા બે વર્ષથી, આ જૂથ દર મહિને માનવતાના કાર્યો કરી રહ્યું છે. विद्यार्थी પોતે ભોજન બનાવી, મોટા વાસણોમાં ભરી, અંદાજિત ૨૦૦ અથવા તેથી વધુ વંચિત લોકો અને તેમના બાળકો માટે ભોજન સેવા આપે છે.આ વખતે, તેમણે તેમનો Foundation Day અલગ રીતે ઉજવવાનો નિર્ણય કર્યો.સંસ્થાની સહ-સ્થાપિકા પલકબેન ગાંધી સાથે વાત કરતાં, તેમણે શેર કર્યું કે તેઓ છેલ્લા ૨૨ વર્ષથી કમ્પ્યુટર શિક્ષણના ક્ષેત્રમાં છે. તેમણે તેમના શિક્ષણ કાર્યની શરૂઆત ઘરેથી કરી હતી. તેમના સાસુશ્રી, સ્વ. ઇન્દુબેન ગાંધી ના આશીર્વાદ, સહકાર અને પ્રેમથી પલક ગાંધી કમ્પ્યુટર ક્લાસ સફળ રહ્યો. જ્યારે વિદ્યાર્થીઓ સારા ગુણ મેળવતા, ત્યારે ઇન્દુબેન ખૂબ ખુશ થતા અને પલકબેનને આગળ વધવાની પ્રેરણા આપતા.વિદ્યાર્થીઓની મહેનત અને પ્રતિબદ્ધતાને બિરદાવવા, PGCC Day ની શરૂઆત કરવામાં આવી. ઇન્દુબાની જન્મતારીખ ૪ ફેબ્રુઆરી હોવાથી, તેમની યાદમાં અને તેમનું સન્માન કરવા, ૪ ફેબ્રુઆરીને PGCC Day તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું.આ વર્ષે, C-TAG ના વિદ્યાર્થીઓએ Foundation Day માનવતાના કાર્ય દ્વારા ઉજવવાની સલાહ આપી. તેના ભાગરૂપે, SG Highway પરની એક જાણીતી રેસ્ટોરન્ટમાં, આશરે ૪ થી ૧૫ વર્ષ ના વયના વંચિત બાળકો સાથે ઉજવણી કરવામાં આવી.વિદ્યાર્થીઓએ બાળકો સાથે વિવિધ રમતો રમી, ડાન્સ કર્યો, ઘણું હસ્યા અને સાથે જમ્યા. બાળકો સાથે શિક્ષણના ફાયદા અને તે જીવનમાં લાવતું પરિવર્તન વિશે વાત કરવામાં આવી. સાથે વ્યસનના નુકસાન અંગે પણ જાગૃતિ ફેલાવવામાં આવી.ફોનની સ્ક્રીન પર જોતા વિશ્વ અને વાસ્તવિક જીવનમાં અનુભવે તે બધું અલગ છે—આ બાળકોના ચહેરા પરની ખુશી અને તેને જોઈને મળતો આનંદ શબ્દોમાં વર્ણવી શકાતો નથી. આ ચાર કલાકનો સમય પળવારમાં વીતી ગયો.C-TAGના એક વિદ્યાર્થીએ તેમની અનુભૂતિ શેર કરી કે આ પ્રસંગે તેમને એ સમજાયું કે તેમના પિતા-માતા એ તેમને ઘણું બધું આપ્યું છે, જેની કદર આવા બાળકોને મળતા થઈ. સાથે, સેવા દ્વારા જે સંતોષ અને આનંદ મળે છે, તે અન્ય કોઈ રીતે શક્ય નથી.એક વાલીએ તેમના વિચારો શેર કરતાં કહ્યું કે આજના યુગમાં પણ C-TAG તેમના વિદ્યાર્થીઓને માનવતાના આવા મૂલ્યવાન પાઠ શીખવે છે, તે ખરેખર પ્રશંસનીય છે.V R 1 ની આવી પ્રવૃત્તિઓ ભવિષ્યમાં વધુ આગળ વધે અને વધુ લોકોને મદદ પહોંચી શકે, તેવી આશા છે.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here