
ઝી ટીવીનો ચહિતો શો, કુમકુમ ભાગ્ય, તેના લાગણીથી ભરેલા નાટક અને સાંકળતી વાર્તા માટે જાણિતો છે, તે હવે સંપૂર્ણ નવા અધ્યાય માટે તૈયાર છે. આગામી જનરેશનલ લીપની સાથે આ શોમાં નવા ચહેરાઓ તથા સંબંધો રજૂ થશે, જે વાર્તામાં નવા પરિમાણ રજૂ કરશે. આ લીપનું મુખ્ય પાત્ર છે પ્રાર્થના (પાત્ર કરી રહી છે, પ્રણાલી રાઠોડ), જે રાજવંશ અને પૂર્વીની દિકરી છે. એક નમ્ર પંડિત અને તેની પત્નિ દ્વારા ઉછેરવામાં આવેલી પ્રાર્થના ખૂબ જ મૃદુભાષી, મહેનતુ અને પોતાના પરિવાર પ્રત્યે સમર્પિત છે. તેનો ઉછેર સીધીસાદી રીતે થયો હોવા છતા પણ તે એક ધનાઢ્ય પરિવારના મોહક અને છેલબટાઉ છોકરા રૌનક (અક્ષય દેવ બિંદ્રા) સાથે ગાઢ મિત્રતા ધરાવે છે. બાળપણથી પ્રાર્થના અને રૌનક મિત્ર હોવા છતા પણ બંને તદ્દન વિરોધાભાષી વિશ્વમાંથી આવે છે- એકમાં સરળતા અને જવાબદારી છે તો, બીજાનું જીવન લક્ઝરી અને વિશેષાધિકાર ભોગવે છે. તેમ છતા પણ તેમની મિત્રતા વર્ષોથી ટકી રહી છે. જેમ-જેમ જીવન એક અણધાર્યું વણાંક લે છે, તેમ-તેમ તેમનું જોડાણ પ્રેક્ષકોને આશ્ચર્યમાં નાખશે: ‘ક્યા સચ્ચી દોસ્તી મેં ભી પ્યાર હો શકતા હૈં? અક્ષય દેવ બિંદ્રા કહે છે, “કુમકુમ ભાગ્યની સાથે ટેલિવિઝન પર મારો પ્રવાસ એકદમ અવાસ્તવિક લાગી રહ્યો છે! આ એક અદ્દભુત વારસો ધરાવતો શો છે અને જ્યારે મેં આ ભૂમિકા માટે ઓડિશન આપ્યું ત્યારે મને ખબર હતી કે, મારે મારું શ્રેષ્ઠ આપવાનું છે, પણ જ્યારે મને ખબર પડી કે, મને આ કામ મળી ગયું છે, ત્યારે હું અભિભૂત બની ગયો! આખી ટીમ એક એવી વાર્તા બનાવવા માટે પ્રયત્નશીલ છે, જે દર્શકોને જકડી રાખે છે, અને હવે તો હું એ જોવા ઉત્સુક છું કે, દર્શકો આ નવા અધ્યાયની સાથે કઈ રીતે જોડાય છે.” પ્રણાલી રાઠોડ કહે છે, “2025નું વર્ષ મારા માટે ખરેખર ખાસ છે, કેમકે હું જાણિતા શો, કુમકુમ ભાગ્યનો હિસ્સો બની છું. હું પ્રાર્થના એ મારા માટે એક નવું અને અલગ જ પાત્ર છે અને હું તેને જીવંત બનાવવા ખૂબ જ ઉત્સાહિત છું. આ શોએ હંમેશાથી તેની હૃદયસ્પર્શી વાર્તા અને મજબૂત સંબંધોને લીધે જાણિતો છે અને આ વિશ્વમાં પ્રવેશવાનો અનુભવ ખૂબ જ સુંદર છે. કુમકુમ ભાગ્યને દર્શકો વર્ષોથી પસંદ કરી રહ્યા છે અને એટલા જ ઉત્સાહ અને ઉમંગથી આ નવા અધ્યાયને શરૂ કરવા હું ઉત્સાહિત છું.” પ્રેમ, હૃદય તૂટવું અને પારિવારિક તકરાર એ કુમકુમ ભાગ્યના મૂળમાં છે, જે હવે એક નવા યુગ સાથે પાછા ફરવા તૈયાર છે. 18મી ફેબ્રુઆરીથી શરૂ થતા આ નાટકને જોવાનું ચુકશો નહીં દરરોજ રાત્રે 9 વાગે ફક્ત ઝી ટીવી પર!