માનવ અધિકાર,મહિલા અને બાળ વિકાસ માટે ચાલતી સંસ્થા “માનવ અધિકાર ઇવમ મહિલા બાલ વિકાસ સંગઠન”,નવી દિલ્હી દ્વારા ભારત ભર માં સંગઠન ચલાવવામાં આવી રહ્યું છે.આ સંસ્થા દ્વારા ભારત માં માનવ અધિકાર માટે હર હંમેશા તૈયાર હોય છે.ગુજરાત માં ઘણા વર્ષો થી આ સંસ્થા કાર્યરત છે.આ સંસ્થા દ્વારા હાલ માં જ નવા હોદ્દેદારો ની નિમરણૂંક કરવામાં આવી જેમાં ગુજરાત ડિપ્લોમા સેલ્ફ ફાઇનાન્સ એસોસિએસન ના પ્રમુખ તથા વિદ્યાર્થીઓ ના પ્રશ્નો માટે લડતા એવા શ્રી જીતુભાઇ ઉપાધ્યાય ને ગુજરાત પ્રદેશ ના ઉપ પ્રમુખ તરીકે નિમણુંક આપવામાં આવી.