Saturday, March 15, 2025
HomeReligionહરિકથા એક એવો પ્રવાહ છે, જેમાં નદી જેમ નિત નૂતનતા છે! એ...

હરિકથા એક એવો પ્રવાહ છે, જેમાં નદી જેમ નિત નૂતનતા છે! એ કેવળ ગતાનુગતિ નથી

Date:

Related stories

BREAKING: Ukraine Ceasefire Deal – Trump Urges Putin to...

Washington: The long-standing Russia-Ukraine war has reached a potential...

Pi Coin Price ( $PI ): A $1.8 to...

Short-Term Pi Price Predictions (0-12 months)Medium-Term Pi Price Predictions...

Software Developer Internship in 2025 | Apply Now!

Software Developer Latest Openings in 2025 Frontend Internship Opportunities AvailableBackend...

Entry-Level Jobs for Freshers – Internship And experience Apply...

Entry-Level Jobs for Freshers – Apply Today! ...

Air India Women’s Day 2025 – Celebrating Women in...

Introduction Air India is celebrating International Women’s Day with...

10 High-Paying Remote Jobs In Tech Hiring Now In...

High-Paying Remote Jobs In Tech Hiring Now In 20241....

બાપુએ માનસ ગોદાવરી કથાની શરૂઆત કરતાં કહ્યું કે ભગવાન રામજી એ જ્યાં નિવાસ કર્યો એવાં નાસિક પંચવટી જેવી તીર્થ ભૂમિમાં મને કુંભમાં કથા કરવાનો અવસર પ્રાપ્ત થયો છે, એ મારી માટે બહુ મોટાં સદભાગ્યની વાત છે. ઉપરાંત હમણાં અહીંથી કહ્યું એમ શ્રાવણ માસ ચાલી રહ્યો છે, જન્માષ્ટમી અને શિક્ષકદિન એટલે કે દાર્શનિક મહાપુરુષ ડોક્ટર રાધાક્રિશ્નનનું સ્મરણ થાય એવાં પાવન દિવસોમાં કથાનું આયોજન કરવામાં આવ્યું છે. કુંભમાં આપણે ત્યાં સ્નાનનો મહિમા છે, રામકથાને પણ ગંગા કહેવામાં આવી છે, તો આપણે સૌ માનસ ગોદાવરીમાં સ્નાન કરી આ કુંભને ઉજવીશું. પૂજ્ય જ્ઞાનદાસ બાપુ અને એની આખી મંડળીને મારા પ્રણામ, મુનિજી મહારાજના અપાર અનુગ્રહ યાદ કર્યો, અને એમણે આવીને આશીર્વાદ આપ્યાં! ઊપરથી પોતાનો અહોભાવ વ્યક્ત કર્યો. આ ઉપરાંત ઉપસ્થિત મહાનુભાવો અને કથા મંડપમાં બિરાજમાન સંતગણ, વૈષ્ણવ, સંન્યાસી અને અન્ય અખાડાના સંતો મહંતો અને મહામંડલેશ્વર ને વ્યાસપીઠ પરથી પ્રણામ કર્યા, અને કથાના શ્રોતાઓને પ્રણામ અને જય સીયારામ કરી કથાના વિષયમાં પ્રવેશ કર્યો.

બાપુએ કહ્યું કે આપણે સૌ સાથે મળીને આ નવ દિવસમાં માનસ ગોદાવરી તત્વ શું છે! એને વિશે વાત કરીશું. હું કોઈ ઉપદેશ દેવા નથી આવ્યો, મારી એ ઓકાત પણ નથી. હું તમારી સાથે નવ દિવસ આ વિષય પર સાત્વિક તાત્વિક ચર્ચા કે સંવાદ કરીશ.

સુરસરી સરસઈ દિનકર કન્યા,
મેકલ સૂતા ગોદાવરી ધન્યા.
અનુજ સહિત ગયે પ્રભુ તહવા,
ગોદાવરી તટ આશ્રમ જહવા.

ગોદાવરીનાં તટ પર એટલે કે પંચવટીમાં પ્રભુએ પાંચ લીલા કરી છે, અને એમનાં વનવાસ ગમનનો ઘણો સમય અહીં વિત્યો છે, અને અહીંથી જ તેમની લલિત નર લીલાનો પ્રારંભ થયો! તેમજ પંચવટીમાં પાંચ વૃક્ષનો પણ મહિમા ગવાયો છે પ્રભુની પાંચ લીલાની વાત કરતાં કહ્યું કે, પંચવટીમાં લક્ષ્મણજી એ પ્રભુને પાંચ આધ્યાત્મિક પ્રશ્ન કર્યા હતા જેને (૧) માનસ રામ ગીતા, જે એક કથા માટે સ્વતંત્ર વિષય છે.(૨) શૂર્પણખાનો પ્રસંગ. (૩) પ્રભુ એ ખર દૂષણ સહિત ચૌદ હજાર અસૂરોનું નિર્વાણ કર્યું.( ૪) સુવર્ણ મૃગ બનીને આવેલ મારીચ વધનો પ્રસંગ. (૫) સાધુ વેશે આવીને રાવણ માતા જાનકીનું અપહરણ કરે છે એ પ્રસંગ! અને ત્યાર બાદ પ્રભુ પંચવટી છોડી દે છે, અને લક્ષ્મણ સાથે માતા સીતાની શોધમાં નીકળી પડે છે.આગળના અધ્યાય માં પ્રવેશ કરતાં કહ્યું કે તુલસીદાસજી એ રામચરિત માનસની નદીઓની સાથે તુલના કરી છે. ભગવાન શંકર એ રામકથા ને ગંગા સાથે સરખાવી છે, તો આગળ જતાં તુલસીદાસજી રામકથા ને મંદાકિની પણ કહે છે,અને શિવપ્રિયા મેકલ શૈલ સૂતા સી,એમ કહી એને મેકલ સૂતા પણ કહે છે. તુલસીદાસજી રામકથા ને નદી સાથે સરખાવે છે, એ વિશે ચિંતન કરીએ તો એના પણ કારણો છે.

  • નદી એક પ્રવાહ રુપે વહે છે, કથા જડ નથી,એ કેવળ ગતાનુગતિ નથી, સરિતાનો કલકલ નાદ કરતો એક પ્રવાહ છે. ભગવાનની કથા સંકીર્ણ નથી, બંધિયાર નથી,જે આલોચના કરે છે એમનાં ભાગ્ય હજી ખૂલ્યા નથી. કથા એક એવો પ્રવાહ છે, જેમાં નદી જેમ નિત નૂતનતા છે. જમાના એ સ્વીકારવું પડશે કે કથાકારો એ કથા દ્વારા તત્વ સત્વ ને પ્રવાહિત રાખવાનું કાર્ય કર્યું છે. ચંદ્રેશ મકવાણા ના શેરને યાદ કરીને કબીરનું સ્મરણ કર્યું, અને કહ્યું કે જેમ કથાના સાત્વિક સ્વરૂપ ની આપણે વાત કરી એ જ રીતે ગોદાવરીનાં તાત્વિક સ્વરૂપ ને પણ સમજવું જોઈએ. લોકો તીર્થમાં આવી ને સ્નાન કરી પોતે પવિત્ર થાય છે,પણ તીર્થ ને અપવિત્ર કરે છે. આપણે જો એનાં તાત્વિક સ્વરૂપ ને જાણીએ તો તીર્થ અપવિત્ર થતાં અટકી શકે છે. ગોદાવરીનાં આંતરિક સ્વરૂપની ચર્ચા આ કથાનો મુખ્ય સંવાદ છે. ગોદાવરી ના તટ પર પંચવટીમાં પ્રભુએ બહુ લાંબો સમય પસાર કર્યો, અને અહીં પાંચ પ્રસંગની વાત આપણે કરી,એ રામકથા નો મુખ્ય આધાર છે. કારણ કે અહીંથી પ્રભુએ લલિત નર લીલાનો શ્રીગણેશ થયા હતાં, અને એટલે એમણે આ જગ્યા પસંદ કરી હતી. એમણે કહ્યું કે “તુમ પાવક મેં કરહું નિવાસા”! એ રીતે જોઈએ તો ચિત્રકૂટની ભૂમિ પર પ્રભુએ વિહાર કર્યો, એટલે જે નરલીલા ચાલી એનો પણ એક મહિમા છે. કથાના પ્રારંભે બાપ શબ્દનો ઉચ્ચાર કરું છું અને લોકો તાળી પાડે છે, અરે હજી કથા સાંભળો, અને પછી પણ મહિમા તો રામ નો છે! તુલસીદાસજી નો છે! હું કથાને પ્રવાહ બનાવવા મથું છું અને લોકો એને મોરારીબાપુ નામનો ડેમ બનાવવા માગે છે! હું કોઈ ડેમ નથી! ભગવાન રામે સવિનય ઘણી પરંપરા તોડી છે, અને પરિવર્તન પણ કર્યું છે. લક્ષ્મણજી એ તો આ ગોદાવરીની ભૂમિ પર લક્ષ્મણ રેખાઓ નિર્મિત કરી છે. માનસ ગોદાવરી શ્રાવણ અંતર્ગત થઈ હતી, એટલે ફિલ્મ ગીતની પંક્તિ યાદ કરી શ્રાવણનો મહિમા ગાતા કહ્યું કે, શ્રાવણ એ મારનારો મહિનો છે. અંદરનો વિકાર બહુ સતાવે તો શ્રાવણમાં શીવને ભજો! શ્રાવણ સિવાય કોઈ ઝૂમીને નથી આવતું! તો બાપ! કુંભનો પાવન અવસર, પાવન તીર્થ, પાવન રામકથા, પાવન કરનારો મહા પુરુષોનો સંગ હોય ત્યારે આપણે સૌ ભીતરી ગોદાવરી શોધીએ,કે જેમાં આપણાં દ્વારા કોઈનું હરણ તો નથી થયું ને? ક્યાંક કોઈનો વધ તો નથી થયો ને? કોઈનાં નાક કાન તો નથી કપાયા ને? દરેકનાં ભીતરમાં આવી કેટલીય ઘટનાઓ ઘટી હોય છે, અને એને શોધવું એ જ માનસ ગોદાવરીનું તાત્વિક સ્વરૂપ છે. એ સમયે આવી ઘટના અહીં તો ઘટી જ અને એ જ તો પરમ સત્ય છે. મહારાષ્ટ્રનાં આ પાવન પ્રદેશમાં આપણે સૌ ભેગા મળીને આપણી ભીતર પ્રવાહિત અને ચેતનામય ગોદાવરીની શોધ કરી, રામકથાનાં સહયોગથી આપણે કંઈક અમૃત પીને જઈએ. ભીતરી અનૂભૂતિ ઓને એકાકાર કરવા તો આપણે આવ્યા છીએ! તકરાર કરવા નહીં.

પૂજ્ય બાપુ કહે છે કે માનસનો એવી રીતે પાઠ કરો માનસ તમને પ્રેમ કરે! એક દિવસ ચોપાઈ ન ગાઈએ તો ચોપાઈ ને રડવું આવે! માનસ આપણને પ્રેમ કરે! ભગવાન રામ આપણને પ્રેમ કરે! આપણે તો એ પરમ તત્વ છે એને પ્રેમ કરવાના જ છીએ! આપણે એને નહીં પોકારીએ તો કોણ પોકારશે? પણ શાસ્ત્ર કરે એ વાત કંઈક ઔર છે! સૌ શાસ્ત્ર ને આદર આપવો પણ કોઈ એક પ્રિય હોય અને એનાં પણ આપણે પ્રિય બનીએ!
એક બાની કરુના નિધાન કી,સો પ્રિય જાકે ગતિ ન જાન કી. જેમની અન્ય ગતિ નથી એને હું ખૂબ પ્રેમ કરું છું, આમ કહી પૂજ્ય બાપુ એ કથાનો ક્રમ લીધો.

રામ ચરિત માનસ નાં સાત કાંડ છે એ આપ સૌ જાણો છો, બાલકાંડ, અયોધ્યાકાંડ, અરણ્યકાંડ, કિષ્કિંધાકાંડ, સુંદરકાંડ, લંકાકાંડ, અને ઉત્તરકાંડ, એમ છે. માનસનાં પ્રથમ સોપાનમાં તુલસીદાસજી સાત મંત્રોમાં કહે છે કે,

વર્ણાનામર્થસંઘાનાં રસાનાં છન્દસામપિ,
મઙ્ગલાનાં ચ કર્ત્તારૌ વન્દે વાણીવિનાયકૌ (૧)

આ પછી શ્લોક ને લોક સુધી પહોંચાડવા તુલસીદાસજી લોક બોલીમાં આવ્યા,અને પાંચ સોરઠમાં પંચ દેવની સ્તુતિ કરી, ત્યાર બાદ સદગુરુ ભગવાનની સ્તુતિ કરી અને કહ્યું કે, માનસનું પ્રથમ પ્રકરણ ગુરૂ વંદના છે, અને જેમાં ગુરુ ચરણ રજ થી પોતાના નેત્રો ને વિવેકમય કરીને તુલસીદાસજી આગળ વધે છે. આખાં જગતને સીયારામ મય સબ જગ જાની, આમ કહી પ્રણામ કરે છે. ત્યાર બાદ આખાં, શ્રી રામનાં રાજ પરિવાર ની વંદના કરી અને પછી હનુમાનજીની વંદના કરી,
મહાવીર વિનવઉં હનુમાના, રામ જાસુ જસ આપ બખાનાં, અતુલિત બલધામ હેમ શૈલાભ દેહમ…..
જાસુ હ્રદય આગાર બસહિ રામ સર ચાપ ધર..આમ કહી આવતી કાલ એ રામ નામ વંદના વિશે વાત કરીશું કહીને પહેલાં દિવસની રામકથા ને વિરામ આપ્યો!.

સંકલન- ફાલ્ગુની વસાવડા (ભાવનગર)

BREAKING: Ukraine Ceasefire Deal – Trump Urges Putin to...

Washington: The long-standing Russia-Ukraine war has reached a potential...

Pi Coin Price ( $PI ): A $1.8 to...

Short-Term Pi Price Predictions (0-12 months)Medium-Term Pi Price Predictions...

Software Developer Internship in 2025 | Apply Now!

Software Developer Latest Openings in 2025 Frontend Internship Opportunities AvailableBackend...

Entry-Level Jobs for Freshers – Internship And experience Apply...

Entry-Level Jobs for Freshers – Apply Today! ...

Air India Women’s Day 2025 – Celebrating Women in...

Introduction Air India is celebrating International Women’s Day with...

10 High-Paying Remote Jobs In Tech Hiring Now In...

High-Paying Remote Jobs In Tech Hiring Now In 20241....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here