Thursday, August 14, 2025
HomeWorldTwitter ને ટક્કર આપવા માટે ડોનાલ્ડ ટ્રમ્પની ટીમે GETTR કર્યું લોન્ચ

Twitter ને ટક્કર આપવા માટે ડોનાલ્ડ ટ્રમ્પની ટીમે GETTR કર્યું લોન્ચ

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

વોશિંગ્ટન: એક સમય હતો કે જ્યારે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) ટ્વિટરના જબરદસ્ત પ્રશંસક હતા. તેમની ફેન ફોલોઈંગ  પણ પોતાનામાં એક રેકોર્ડ હતી. જો કે એવું ત્યાં સુધી જ રહ્યું જ્યાં સુધી તેઓ આ પ્લેટફોર્મ પર પ્રતિબંધિત નહતા કરાયા. ટ્રમ્પ પર ઘણા સમયથી ફેસબુક અને ટ્વિટર પર બેન છે. આ કારણે ટ્રમ્પે પોતાના ચાહકો માટે નવો રસ્તો શોધ્યો છે. વાત જાણે એમ છે કે સોશિયલ મીડિયાને લઈને ટ્રમ્પના પ્રેમ અને દીવાનગી જોતા તેમની ટીમે એક સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે. ટ્રમ્પના પૂર્વ વરિષ્ઠ સલાહકાર જેસન મિલરે ફ્રી સ્પિચ (Free Speech) અને કોઈ પણ પૂર્વાગ્રહ વગરવાળા કન્ટેન્ટને પ્રોત્સાહન આપવા માટે ટ્વિટર જેવું જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ GETTR લોન્ચ કર્યું છે. જો કે હજુ સુધી પૂર્વ રાષ્ટ્રપતિએ આ મંચ પર પોતાનું એકાઉન્ટ બનાવ્યું નથી. GETTR  ગૂગલ પ્લે સ્ટોર અને એપલ એપ સ્ટોર પર મફત ડાઉનલોડ કરી શકાય છે. આ એપને એક બ્રાઉઝર દ્વારા પણ એક્સેસ કરી શકાય છે. આ એપ સ્ટોર પર ઉપયોગમાં લેવા માટે ‘M’ તરીકે રેટ કરાઈ છે. જેનો અર્થ છે કે 17 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો તેનો ઉપયોગ કરી શકે છે. આ એપ મોટાભાગે ટ્વિટર જેવી જ દેખાય છે. જે એક માઈક્રોબ્લોગિંગ સાઈટના અનેક પહેલુઓથી લેસ છે. ગેટર લોન્ચ કરનારા મિલરે કહ્યું કે હાલ ડોનાલ્ડ ટ્રમ્પ ભલે અમારા મંચ પર નથી, પરંતુ આમ છતાં મારી પાસે તેનું GETTR હેન્ડલ ‘realDonaldTrump’ અનામત છે. તેમણે એમ પણ કહ્યું કે તે હાલ આપણને જોઈ રહ્યા હશે તો હું તેમને આ મંચ પર આવવાની અપીલ કરું છું. એન્ડ્રોઈડ અને iOS પર લોન્ચ થતા જ આ એપ ટોપ 10 ચાર્ટમાં જોવા મળી રહી છે. જો કે આ એપ હજુ પોતાના હરિફ પ્લેટફોર્મ જેટલી લોકપ્રિય નથી બની. આ બધા વચ્ચે એવું પણ કહેવાઈ રહ્યું છે કે  GETTR ની સામગ્રી વંશવાદ, યૌનહિંસા અને સમલૈંગિકતા જેવા અનેક મુદ્દાઓને પ્રોત્સાહન આપી રહી છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here