
ભાષા શબ્દોથી પણ વિશેષ છે. તેમાં સંસ્કૃતિ, ભાવનાઓ અને ઓળખ છે. 21મી ફેબ્રુઆરીએ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ મનાવવામાં આવે છે તે ભાષાકીય
વૈવિધ્યતા અને ભાષાઓનું સંવર્ધન કરવાના મહત્ત્વને સલામી છે. ભારત બાવીસ વિધિસર ભાષાઓ અને હજારો બોલીભાષાઓનું ઘર છે ત્યારે આ દિવસ આપણા સમૃદ્ધ ભાષાકીય વારસાની ઉજવણી કરવામાં વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ આંતરરાષ્ટ્રીય માતૃદિવસ પર એન્ડટીવીના કલાકારો તેમની પ્રથમ ભાષામાં ગરવ લે છે, તેમના મૂળ સાથે તેમને જોડતા શબ્દોમાં ખુશી અનુભવે છે અને તેમની ભાષા આગામી પેઢી માટે જીવંત રાખવા પર ભાર આપે છે. આ કલાકારોમાં સ્મિતા સાબળે (ધનિયા, ભીમા), યોગેશ ત્રિપાઠી (દરોગા હપ્પુ સિંહ, હપ્પુ કી ઉલટન પલટન) અને શુભાંગી અત્રે (અંગૂરી ભાભી, ભાભીજી ઘર પર હૈ)નો સમાવેશ થાય છે. ભીમાની સ્મિતા સાબળે ઉર્ફે ધનિયા કહે છે, “મને એ કહેવામાં ગર્વ મહેસૂસ થાય છે કે ‘મલા મરાઠી ફાર આવડતે.’ અસલ મરાઠી મુલગી હોવાથી મને મારી પ્રથમ ભાષામાં પોતાને વ્યક્ત કરવામાં ભરપૂર ખુશી મળે છે. બાળપણથી મારી કોઈ પણ દર્દ અથવા અણધારી સ્થિતિમાં પ્રતિક્રિયા હંમેશાં અરે દેવા રહી છે. આ વાક્ય સીધા મારા મનમાંથી આવે છે. કોઈક મળે ત્યારે કશ્યા આહેસ? પૂછવામાં ઉષ્મા છે, જે ખરેખર વિશેષ મહેસૂસ કરાવે છે. મરાઠીને વધુ સુંદર રોજબરોજના અવસરોને વ્યક્ત કરવાની તેની અજોડ રીત બનાવે છે. દાખલા તરીકે, બહાર નીકળતી વખતે જાતે એમ કહેતાં નથી, પરંતુ પરત યેઈન એમ કહીએ છીએ, જેનો અર્થ પાછી આવીશ એવો થાય છે. આપણે ગમે ત્યાં જઈએ તો પણ હંમેશાં પાછા આવીશું તેની ખાતરી આપવાની આ હૃદયસ્પર્શી રીત છે. મરાઠીની ખૂબી આ જ છે, જે ભાષા મને ઘર જેવી લાગે છે.’’ હપ્પુ કી ઉલટન પલટનમાં યોગેશ ત્રિપાઠી ઉર્ફે દરોગા હપ્પુ સિંહ કહે છે, “ઉત્તર પ્રદેશની બોલીભાષામાં અમુક અજોડ, ધરતીપ્યારા અને સુંદર શબ્દો અને વાક્યો છે, જે વાર્તાલાપને જીવંત અને ચારિત્ર્યથી ભરપૂર બનાવેછે. કોઈકને સામાન્ય રીતે હાલહવાલ પૂછવા માટે શબ્દ છે, કા હાલબા? હું રોજના જીવનમાં ઘણી વાર વિવિધ સ્થાનિક શબ્દોનો ઉપયોગ કરું છું, જેમ કે, ભોંદૂ (બેવકૂફ વ્યક્તિ), ચતુરાઈ (અતિ સ્માર્ટ), ઢાકોસલા (બકવાસ વાત), ઠોકાઈ (મારઝૂડ) અને મારું ફેવરીટ ગધા (નિકટવર્તીઓને ખીજવવા માટે રમતિયાળ રીતે ઉપયોગ કરું છું). મને સારી રીતે જાણે છે તેમને ખબર છે કે હું વારંવાર બેવકૂફ શબ્દપ્રયોગ કરું છું, જે હું કાંઈક ગડબડ કરું અથવા અભ્યાસ નહીં કરું ત્યારે મારી માતા મારા માટે ઉપયોગ કરે તે શબ્દ છે (હસે છે).’’ ભાભીજી ઘર પર હૈમાં શુભાંગી અત્રે ઉર્ફે અંગૂરી ભાભી કહે છે, “ઈન્દોર ઘણાં બધાં કારણોસર મારા મનમાં વિશેષ સ્થાન ધરાવે છે. તે સ્વાદિષ્ટ ભોજન, સ્વર્ણિમ ફેશન અને સૌથી મહત્ત્વપૂર્ણ સુંદર લોકો છે. જોકે મને મારી સૌપ્રથમ ભાષા સૌથી વધુ સારી લાગે છે. અમે મોટે ભાગે એકબીજાને ભાઈકો (કેમ છો?) કહીને સંબોધીએ છીએ અને તુરંત સામે સ્મિત પ્રાપ્ત થાય છે. મારી માતૃભાષામાં મારો મનગમતો શબ્દ ભન્નાટ (અદભુત) છે. બરોબર ઉચ્ચાર કરાય તો તેમાં સાવ અલગ ફ્લેવર છે અને હું મોટે ભાગે રોજબરોજના જીવનમાં તેનો એટલો ઉપયગ કરું છું કે સેટ પર બધાએ તેનો ઉપયોગ કરવાનું શરૂ ર્યું છે. આ આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસે હું દરેકને તેમની માતૃભાષામાં ગૌરવ લેવા પ્રોત્સાહન આપું છું. આજે જ નહીં, પરંતુ રોજેરોજ!” જોતા રહો તમારા મનગમતા કલાકારો ભીમા રાત્રે 8.30, હપ્પુ કી ઉલટન પલટન રાત્રે 10.00 અને ભાભીજી ઘર પર હૈ રાત્રે 10.30, દરેક સોમવારથી શુક્રવાર, ફક્ત એન્ડટીવી પર!