
દેશની સૌથી પ્રતિષ્ઠિત એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા, JEE Mains 2025,ના જાન્યુઆરી સત્રના પરિણામો નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. આ પરિણામોમાં, એલેન કરિયર ઈન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ પોતાની શ્રેષ્ઠતા અને પ્રતિભાને ફરીવાર સાબિત કરી છે.એલેન અમદાવાદમાં આ અદ્વિતીય પરિણામોથી ઉત્સાહભર્યો માહોલ સર્જાયો હતો. ટોપ સ્કોરર્સ અને તેમના માતાપિતાઓએ તેમના શિક્ષકો સાથે મળીને આ સફળતાને ઉજવી હતી. આ પ્રસંગે એલેન અમદાવાદના સેન્ટર હેડ પંકજ બાલદી સર, એડમિનિસ્ટ્રેશન અને ઓપરેશન્સ હેડ અંકિત મહેશ્વરી સર, તેમજ તમામ સિનિયર ફેકલ્ટી સભ્યો હાજર રહ્યા હતા અને આ ક્ષણને યાદગાર બનાવી હતી.પ્રયાગ ભલોડિયા: 99.98 પર્સેન્ટાઈલ, ભવ્ય મોદી: 99.97 પર્સેન્ટાઈલ, જય મહેતા: 99.96 પર્સેન્ટાઈલ, રોમિલ પટેલ અને દીશા ભાવસાર: 99.95 પર્સેન્ટાઈલ.એલેન અમદાવાદના સેન્ટર હેડ, પંકજ બાલદી સર,એ આ સફળતાને લઈ પોતાના આનંદને વ્યક્ત કરતાં જણાવ્યું:“અમે ગર્વ અનુભવી રહ્યા છીએ કે એલેન અમદાવાદના 7 વિદ્યાર્થીઓએ 99.90 પર્સેન્ટાઈલ અને તેથી વધુ, 24 વિદ્યાર્થીઓએ 99.50 પર્સેન્ટાઈલ અને તેથી વધુ, તેમજ 42 વિદ્યાર્થીઓએ 99 પર્સેન્ટાઈલ અને તેથી વધુ સ્કોર કર્યો છે. ખાસ કરીને, ભવ્ય સ્મિત મોદી, દીશા ભાવસાર, અને જેનિલ પટેલે 100 પર્સેન્ટાઈલ હાંસલ કરી છે, જે અમારું ગૌરવ છે. આ પરિણામો સાબિત કરે છે કે સમર્પણ, મહેનત અને યોગ્ય માર્ગદર્શન દ્વારા કોઈપણ સપનાને સાકાર કરી શકાય છે.”આ પરિણામે માત્ર વિદ્યાર્થીઓ જ નહીં, પરંતુ તેમના માતાપિતાઓ અને શિક્ષકો પણ ગર્વ અનુભવે છે. આ સફળતા માત્ર વિદ્યાર્થીની મહેનતનો નહીં, પરંતુ એલેન કરિયર ઈન્સ્ટિટ્યૂટના માર્ગદર્શન અને શિક્ષણની ગુણવત્તાનો પણ સાક્ષી છે.એલેન અમદાવાદના આ પ્રભાવશાળી પરિણામો સમગ્ર શહેર માટે પ્રેરણાત્મક છે અને દર્શાવે છે કે શ્રેષ્ઠ શિક્ષણ અને સતત પ્રયત્નો સાથે કોઈપણ ઉંચાઈ હાંસલ કરી શકાય છે.પ્રયાગ ભલોડિયાએ એલેન અમદાવાદના તેના માર્ગદર્શકોને આ સિદ્ધિ માટે શ્રેય આપ્યો છે, જેમણે સતત તેને JEE Mains માં શ્રેષ્ઠ બનાવવામાં માર્ગદર્શન આપ્યું. “હું મારી સફળતા માટે એલેનનો આભારી છું”. ભવ્ય મોદીએ કહ્યું, “એલેનની નિયમિત ટેસ્ટ શ્રેણીએ મને સાચી પરીક્ષાની પરિસ્થિતિમાં પ્રેક્ટિસ કરવામાં મદદ કરી. એલેનના કેવ્શ્ચન બેંક અને મેજર ટેસ્ટે મને પરીક્ષા આપવા માટે પૂરી આત્મવિશ્વાસ આપ્યો.”નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ JEE Mains 2025, સત્ર 1 (જાન્યુઆરી 2025) ના પેપર 1 ના પરીક્ષણ 304 શહેરોમાં 618 કેન્દ્રોમાં યોજાવા માટે કર્યું હતું. કુલ 13 લાખ 11 હજાર 544 વિદ્યાર્થીઓએ JEE Mains પરીક્ષા માટે અરજી કરી હતી, જેમાંથી 12 લાખ 58 હજાર 136 વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી.