
એક વર્ષ પહેલા જાવા 350એ ભારતમાં ક્લાસિક મોટરસાઇકલિંગની ચમક જગાવી હતી અને આધુનિક એન્જિનિયરિંગ સાથે ચિરકાલિન સુંદરતાનો સમન્વય કર્યો હતો. ભારતીય માર્ગો પર તે એક વર્ષ પૂરું કરી રહી છે ત્યારે જાવા યેઝદી મોટરસાઇકલ્સ જાવા 350 લીગસી એડિશન સાથે આ સીમાચિહ્નની ઊજવણી કરે છે. આ એક્સક્લુઝિવ એડિશન પહેલા 500 ગ્રાહકો માટે અનામત છે.જાવા 350 લીગસી એડિશન વિશિષ્ટ ઉમેરા સાથે રાઇડિંગ અનભવમાં વધારો કરે છે, જેમ કે ટુરિંગ વાઇઝર જે સરળતાથી સામા પવનને કાપવામાં મદદ કરે છે, પિલિયન બેકરેસ્ટ જે ટુ-અપ રિડિંગ માટે આરામ વધારે છે, પ્રીમિયમ ક્રેશ ગાર્ડ જે વધુ સુરક્ષા આપે છે. આ બધી સુવિધાઓ સેફ્ટી અને સ્ટાઇલમાં વધારો કરે છે. આ એડિશનમાં પ્રીમિયમ લેધર કીચેઇન અને કલેક્ટર્સ એડિશન જાવા મિનિયેચરનો પણ સમાવેશ થાય છે.ક્લાસિક લિજેન્ડ્સના ચીફ બિઝનેસ ઓફિસર શરદ અગરવાલે જણાવ્યું હતું કે “ગત વર્ષે જાવા 350 લોન્ચ થઈ ત્યારથી આ મોટરસાઇકલ અમારા ગ્રાહકો અને રાઇડિંગ કમ્યૂનિટીની પસંદ બની ગઈ છે. જાવા 350 ચિરકાલિન ડિઝાઇન અને મોર્ડન પર્ફોર્મન્સનું પરફેક્ટ બેલેન્સ ધરાવે છે અને તે તેના વારસાને વળગી રહે છે જે પેઢીઓથી જાવાની વ્યાખ્યા કરે છે. તેની સૌથી નોંધપાત્ર વિશેષતા છે ગોલ્ડન રેશિયોને વળગી રહેવું. આ ડિઝાઇનનો એક એવો સિદ્ધાંત છે જે સુંદરતા અને રાઇડ ડાયનેમિક્સ બંને માટે યોગ્ય પ્રમાણ સુનિશ્ચિત કરે છે, બિલકુલ અગાઉના વર્ષોના લિજેન્ડરી જાવાની જેમ. લીગસી એડિશન સાથે અમે રાઇડર્સને વધુ ઇમર્સિવ અનુભવ, શ્રેષ્ઠ આરામ, વધુ સુરક્ષા અને વધુ સુંદરતાનો સ્પર્શ પૂરો પાડીએ છીએ જે આ સીમાચિહ્નનની ઊજવણીને ખરેખર સવિશેષ બનાવે છે.”
ડિઝાઇનનો વારસો :
પોતાના સમૃદ્ધ વારસામાંથી પ્રેરણા લઈને જાવા 350 ક્રાંતિકારી ટાઇપ 353ને નમન કરે છે. તેની ડિઝાઇન લેંગ્વેજ સમકાલીન સુંદરતા અપનાવવા સાથે જાવાના ક્લાસિક મોટરસાયકલ હેરિટેજની વાત કરે છે. વિશિષ્ટ સિલુએટમાં ઝીણવટભરી વિગતો દર્શાવવામાં આવી છે જેમ કે પોલિશ્ડ ક્રોમ ફિનિશથી લઈને ભવ્ય સોનેરી પિનસ્ટ્રાઇપ્સ સુધી જે સૌનું ધ્યાન ખેંચતી એક અનન્ય હાજરી ઊભી કરે છે. મોટરસાઇકલનું કાળજીપૂર્વક બનાવાયેલું પ્રપોર્શન અને સ્ટાન્સ ટાઇમલેસ અપીલ અને આધુનિક સોફિસ્ટિકેશન વચ્ચે સંપૂર્ણ સંવાદિતા પ્રાપ્ત કરે છે.
ટેક્નિકલ એક્સીલન્સ :
માત્ર એક મોટરસાઇકલ કરતાં સવિશેષ એવી જાવા 350 એ લાગણી, કારીગરીની વંશાવલી અને રાઇડિંગ માટેનો અપ્રતિમ જુસ્સો રજૂ કરે છે. તે પોતાના ક્લાસ લીડિંગ ટેક્નિકલ ઇનોવેશન્સ સાથે નવા માપદંડો નિર્ધારિત કરે છે, જે અત્યંત પ્રતિષ્ઠિત 350 Alpha2-t, લિક્વિડ-કૂલ્ડ એન્જિનથી બેસ્ટ-ઇન-ક્લાસ 22.5PS અને 28.1Nm આપે છે. આ ફીચર્સ તેને રિલેક્સ્ડ અને રિસ્પોન્સિવ રાઇડિંગ અનુભવ માટે સંપૂર્ણ બનાવે છે, જે તેને સરળ સિટી રાઇડ્સ અને ટ્રાફિકમાં સરળ એક્સીલરેશન માટે યોગ્ય બનાવે છે.ટરસાઇકલ તેની અનેક ફર્સ્ટ-ઇન-ક્લાસ સુવિધાઓ ધરાવે છે: આસિસ્ટ અને સ્લીપર ક્લચ સરળ ગીયર ટ્રાન્ઝિશન સુનિશ્ચિત કરે છે, પ્રિસિઝન-એન્જિનિયર્ડ 6-સ્પીડ ગીયરબોક્સ શ્રેષ્ઠ પાવર પૂરો પાડે છે અને ડ્યુઅલ-ચેનલ એબીએસ શ્રેષ્ઠ કંટ્રોલ અને શ્રેષ્ઠતમ બ્રેકિંગ પર્ફોર્મન્સ સુનિશ્ચિત કરે છે.તે નવી ચેસીસ અને એન્જિન, ક્લાસ-લીડિંગ 178mm ગ્રાઉન્ડ ક્લિયરન્સ, લાંબો વ્હીલબેઝ અને વિશાળ ટાયર ધરાવે છે, જે સ્થિરતા અને શાંતિ પ્રદાન કરે તે પ્રકારે બનાવાયા છે. તેની ઝીણવટપૂર્વક એન્જિનિયર્ડ ફિટ-ફિનિશ, બેસ્ટ-ઇન-ક્લાસ રાઇડ ડાયનેમિક્સ અને બેન્ચમાર્ક સેફ્ટી ફીચર્સ તેને આજે ભારતીય માર્ગો પર સૌથી આકર્ષક ક્લાસિક મોટરસાઇકલ બનાવે છે. દરેક ટેકનિકલ એલિમેન્ટ રાઇડિંગનો અનુભવ વધારવા માટે કાળજીપૂર્વક બનાવવામાં આવ્યા છે, જે દરેક પ્રવાસને યાદગાર બનાવે છે.
કલર્સ અને વેરિઅન્ટ્સ :
જાવા 350 વિવિધ પ્રાથમિકતાઓને અનુરૂપ અત્યાધુનિક પસંદગીઓ પૂરી પાડે છે. ક્રોમ વેરિઅન્ટ જેમ કે ટાઇમલેસ મરૂન, કમાન્ડિંગ બ્લેક, વાઇબ્રન્ટ મિસ્ટિક ઓરેન્જ અને સોલિડ વેરિઅન્ટ્સ જેમ કે સ્ટનિંગ ડીપ ફોરેસ્ટ, ગ્રે અને ઓબ્સિડિયન બ્લેક જેવા દરેક વેરિઅન્ટ ડિટિલ અને પ્રીમિયમ ફિનિશ પર અપાયેલું ધ્યાન દર્શાવે છે જેના માટે જાવા જાણીતી છે. દરેક રંગને મોટરસાઇકલની ક્લાસિક લાઇનને પૂરક બનાવવા માટે કાળજીપૂર્વક પસંદ કરવામાં આવ્યો છે અને તે રાઇડર્સને તેમની વ્યક્તિગત સ્ટાઇલ રજૂ કરવાની તક આપે છે.જાવા 350 લેગસી એડિશન હવે દેશભરમાં જાવા ડીલરશીપ્સ પર તમામ હાલના વેરિઅન્ટ્સમાં ઉપલબ્ધ છે. તમારા નજીકના શોરૂમની મુલાકાત લો અને તમારા માટે એક લિજેન્ડનો અનુભવ કરો. આ એવા લોકો માટે બનાવાયેલી છે જેમને ક્લાસ પસંદ છે અને જેઓ આગળનો રસ્તો શોધે છે.જાવા 350 લેગસી એડિશન રૂ. 1,98,950 (એક્સ-શોરૂમ, નવી દિલ્હી) ની પ્રારંભિક કિંમતે ઉપલબ્ધ છે, જે પ્રથમ 500 ગ્રાહકો માટે રિઝર્વ્ડ છે.