
સતધામ અમદાવાદ દ્વારા શહેરમાં સૌપ્રથમવાર “જનની જન્મભૂમીશ્વ સ્વર્ગાત અપિ ગરીયસી” અને “મેરા ભારત મહાન” આ સૂત્રોને લક્ષ્યમાં રાખી નીકોલમાં આવેલા ખોડિયારધામ ગ્રાઉન્ડ ખાતે વિશ્વમાં સૌપ્રથમવાર તા. 21 થી 27 ફેબ્રુઆરી, 2025 દરમિયાન પ.પૂ. સત્ શ્રી સ્વામીજીની “રાષ્ટ્ર કથા”નું આયોજન કરવામાં આવ્યું છે. એક સપ્તાહ ચાલનારી આ રાષ્ટ્ર કથાનો સમય રાત્રે 8.30 થી 11.30નો રહેશે. આ કથાનું જીવંત પ્રસારણ જીટીપીએલમાં 555 નંબરની ચેનલ ઉપર થશે અને સતશ્રી કથા યુટ્યુબ ચેનલ ઉપર પણ પ્રસારિત થશે.સતધામ અમદાવાદના પૂ. સર્વમંગલ સ્વામીજી એ “રાષ્ટ્ર કથા” અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, મહાન દેશભક્તો અને મહાપુરૂષોના જીવન ચરિત્રો દ્વારા ભારતીય સંસ્કારોનું સિંચન અને પ્રબળ દેશભક્તિની ભાવનાની જ્યોત આજના યુવાનોના દિલમાં જગાવવાના હેતુથી ખોડિયારધામ ગ્રાઉન્ડ ખાતે તા. 21 થી 27 ફેબ્રુઆરી, 2025 દરમિયાન પ.પૂ. સત્ શ્રી સ્વામીજીની “રાષ્ટ્ર કથા”નું આયોજન કરવામાં આવ્યું છે. પ.પૂ. સત્ શ્રી સ્વામીજી મહારાજ તેમની દિવ્ય વાણીથી આ કથામાં “યોગી ભારત-નીરોગી ભારત”, “હરિયાળુ ભારત-રળીયામણું ભારત”, “શિક્ષીત ભારત-વિકસિત ભારત”, “સ્વચ્છ ભારત-સ્વસ્થ ભારત” બનાવવાની પ્રેરણા આપશે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સામાજિક સંબેધોમાં આવતી સમસ્યાઓ, વિવિધ પ્રકારનાં વ્યસનો, મોબાઇલ એડીક્શન, માનસિક તણાવ, જેવા વિવિધ પ્રશ્નોથી આજનો દરેક માનવી એટલી હદે ઘેરાયેલો છે, કે તે પોતે પોતાની જવાબદારીઓથી દૂર ભાગે છે, અને સ્વાભાવિક છે કે સામાજીક જવાબદારીઓથી દૂર ભાગતા માનવીમાં રાષ્ટ્ર ભાવનાનો અભાવ અવશ્ય જોવા મળે છે. વિવિધ સમસ્યાઓથી ઘેરાયેલા માણસોને સતાવતી વિવિધ સમસ્યાઓમાંથી બહાર લાવવા પ.પૂ. સત્ શ્રી સ્વામીજી ની “રાષ્ટ્ર કથા” ખૂબ જ મહત્વનો ભાગ ભજવશે. પ.પૂ. સત્ શ્રી સત્ શ્રી સ્વામીજી આપણા શાસ્ત્રોનાં ગહન અભ્યાસથી પ્રાપ્ત કરંલાં જ્ઞાનને વિવિધ કથાના માધ્યમથી લોકો સુધી પહોંચાડી નિર્વ્યસની, સંસ્કારી અને આદર્શ સમાજનાં નિર્માણ ઘડતરમાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે.