
ભારતના અગ્રણી કારોબારી સમૂહ તથા મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સની પેરેન્ટ કંપની મલાબાર ગ્રૂપે શૈક્ષણિક વર્ષ 2024-25 માટે અમદાવાદમાં વિદ્યાર્થીનીઓને શૈક્ષણિક શિષ્યવૃત્તિ આપી છે. અમદાવાદમાં એલિસબ્રિજ, મીઠાખળી છ રસ્તા પાસે લાયન્સ હોલમાં આ શિષ્યવૃત્તિ વિતરણ સમારોહ યોજાયો હતો, જે શિક્ષણના માધ્યમથી મહિલાઓને સશક્ત કરવા માટેના સમૂહના નિરંતર પ્રયાસોમાં એક મહત્વપૂર્ણ ક્ષણ હતી.આ કાર્યક્રમમાં અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં તથા અમદાવાદના જિલ્લા શિક્ષણ અધિકારી કૃપા ઝા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યાં હતાં. આ વિશિષ્ટ અતિથિઓ ઉપરાંત આ કાર્યક્રમમાં મલાબાર ગોલ્ડ એન્ડ ડાયમંડ્સની લીડરશીપ ટીમે ભાગ લીધો હતો, જેમાં સ્થાનિક બ્રાન્ડ હેડ, શુભેચ્છકો, ગ્રાહકો અને શિષ્યવૃત્તિ પ્રાપ્તકર્તાઓ સામેલ હતાં.આ પહેલ વિશે પ્રતિક્રિયા આપતાં મલાબાર ગ્રૂપના ચેરમેન એમપી અહમદે જણાવ્યું હતું કે, શિક્ષણમાં રોકાણ એટલે ભવિષ્યમાં રોકાણ કરવું. વિદ્યાર્થીનીઓના શિક્ષણને સપોર્ટ કરતાં અમે તેમના સપના સાકાર કરવામાં મદદ કરવાની સાથે-સાથે મજબૂત અને વધુ સમાન સમાજના વિકાસમાં યોગદાન આપી રહ્યાં છીએ.મલાબાર ગ્રૂપે તેની શરૂઆતથી તેની સમાજ કલ્યાણ પ્રવૃત્તિઓ દ્વારા સમાવેશક વિકાસ પ્રત્યેની મજબૂત કટીબદ્ધતા દર્શાવી છે. આ પ્રયાસોને માળખું આપવા અને તેના વિસ્તાર માટે વર્ષ 1999માં મલાબાર ચેરિટેબલ ટ્રસ્ટ (એમસીટી)ની રચના કરાઇ હતી. ગ્રૂપ તેના નફાના 5 ટકા સીએસઆર પહેલ માટે ફાળવે છે, શિક્ષણ, હેલ્થકેર, પર્યાવરણીય ટકાઉપણું, ગરીબી નાબૂદી જેવાં ક્ષેત્રોમાં વંચિત સમુદાયોને સશક્ત કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે.મલાબાર સ્કોલરશીપ પ્રોગ્રામ મલાબાર ગ્રુપના સીએસઆર માળખા હેઠળ એક મહત્વપૂર્ણ પહેલ છે, જે વિદ્યાર્થીનીઓને શિક્ષણ દ્વારા સશક્ત કરે છે. વર્તમાન શૈક્ષણિક વર્ષમાં અમદાવાદમાં 102 વિદ્યાર્થીનીઓના શિક્ષણને ટેકો આપવા માટે રૂ. 9,04,000 ફાળવવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં આ કાર્યક્રમે 610 કન્યાઓને સહાય કરવા માટે કુલ રૂ. 48,23,741નું યોગદાન આપ્યું છે. વિદ્યાર્થીનીઓના શિક્ષણને પ્રાથમિકતા આપીને મલાબાર ગ્રુપ વ્યક્તિઓ અને સમગ્ર સમુદાયોના ઉત્કર્ષનો હેતુ ધરાવે છે, જેથી ભવિષ્યની પેઢીઓને સામાજિક અને આર્થિક રીતે વિકાસ કરવાની તક મળે.