
એસએમએફજી ઇન્ડિયા ક્રેડિટે ભારતના 6 સ્થળોએ 517 સહભાગીઓ સાથે “લાર્જેસ્ટ કેટલ વેલફેર લેસન (મલ્ટીપલ વેન્યુ)”નો ગિનીસ વર્લ્ડ રેકોર્ડ સર્જીને ઇતિહાસ રચ્યો છે. આ સિમાચિહ્ન કંપનીની પશુ વિકાસ દિવસ (પીવીડી)ની 7મી આવૃત્તિના ભાગરૂપે પૂર્ણ કરવામાં આવ્યું હતું, જે દેશભરમાં સૌથી મોટી એક દિવસીય પશુ સંભાળ શિબિરો છે. આ શિબિરો એક સાથે 16 રાજ્યોમાં 500 સ્થળોએ યોજવામાં આવી હતી, જેનો આશરે 1,90,000 લાભાર્થીઓ (1,50,000 પશુઓ અને 40,000 પશુ માલિકો)એ લાભ લીધો હતો.ભારતમાં, લગભગ 65-70% ગ્રામીણ વસ્તી તેમની આજીવિકા માટે કૃષિ અથવા કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓ પર આધાર રાખે છે. તેથી, પશુઓ અને પશુધન તેમની આજીવિકા રળવાની પ્રવૃત્તિઓ અને નાણાકીય સુખાકારીમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે. આ અતૂટ બંધનને ધ્યાનમાં રાખીને એસએમએફજી ઇન્ડિયા ક્રેડિટે “મેરા પશુ મેરા પરિવાર” થીમ હેઠળ પશુ વિકાસ દિવસની 7મી આવૃત્તિની ઉજવણી કરી હતી, જે આ ગ્રામીણ પરિવારોના જીવનમાં પશુધનના મહત્વને દર્શાવે છે.વાર્ષિક પીવીડી (PVD) કાર્યક્રમમાં 6,000થી વધુ કર્મચારીઓની સક્રિય ભાગીદારી પણ જોવા મળી હતી, જેણે ગ્રામીણ કલ્યાણ માટે કંપનીની પ્રતિબદ્ધતાને બળવત્તર બનાવી હતી.એસએમએફજી ઇન્ડિયા ક્રેડિટના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી શાંતનુ મિત્રાએ જણાવ્યું હતું કે, “એસએમએફજી ઇન્ડિયા ક્રેડિટમાં, અમે અર્થપૂર્ણ અસરોનું સર્જન કરતી સામાજિક પહેલોને પ્રોત્સાહન આપવાની અમારી પ્રતિબદ્ધતામાં અડગ રહીએ છીએ. સમગ્ર ભારતમાં 1000થી વધુ શાખાઓની મજબૂત હાજરી સાથે અમારું પ્રાથમિક ધ્યાન દ્વિતીય-2+ સ્થળો પર કેન્દ્રિત છે, જેમાં અમારી લગભગ 90 ટકા શાખાઓ આ વિસ્તારોમાં વ્યૂહાત્મક રીતે સ્થિત છે. વાસ્તવમાં છેલ્લાં બે વર્ષમાં અમે આશરે 300 શાખાઓનો ઉમેરો કર્યો છે, જે તમામ દ્વિતીય -2+ ભૌગોલિક ક્ષેત્રોમાં સ્થિત છે. અમારું ધ્યેય યોગ્ય ઉત્પાદનો અને નાણાકીય ઉકેલો પ્રદાન કરીને નાણાકીય સર્વસમાવેશકતાને આગળ ધપાવવાનું છે, જે અમને તેમના જીવનચક્રના દરેક તબક્કે સમુદાયોની સેવા કરવા સક્ષમ બનાવે છે.હું આપણાં દરેક સમર્પિત કર્મચારીઓને વિવિધ સ્થળોએ સૌથી મોટા પશુ કલ્યાણ શિક્ષણના સફળ આયોજન બદલ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવવામાં તેમણે દાખવેલી ઉત્કૃષ્ટ પ્રતિબદ્ધતા અને સખત મહેનત માટે હાર્દિક અભિનંદન આપવા માંગું છું. એ જોઈને ખરેખર આનંદ થાય છે કે આ વર્ષે પશુ વિકાસ દિવસે પશુ સંભાળ અંગેની અપેક્ષાઓ કરતાં પણ બહેતર કામગીરી જોવાઈ હતી, જેમાં ભારતમાં વિવિધ સ્થળોએ વિશિષ્ટ જ્ઞાન સત્રો પણ રજૂ કરાયા હતાં જેને પરિણામે અમે ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવાની સિદ્ધિ હાંસલ કરી શક્યા છીએ. “એસએમએફજી ઇન્ડિયા ક્રેડિટના ચીફ ઓપરેટિંગ ઓફિસર શ્રી સ્વામિનાથન સુબ્રમણ્યમે જણાવ્યું હતું કે, “વિવિધ સ્થળોએ પશુ કલ્યાણના સૌથી મોટા પ્રશિક્ષણ વર્ગ યોજવા માટે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સ તરફથી મળેલી માન્યતા એસએમએફજી ઇન્ડિયા ક્રેડિટ સાથે સંકળાયેલાં પ્રત્યેક માટે ગર્વની અને નિર્ણાયક ક્ષણ છે. એક કંપની તરીકે, અમે આંતરરાષ્ટ્રીય સ્તરે ઇતિહાસનાં પુસ્તકોમાં અમારું નામ અંકિત કર્યું છે, અને તેનાથી નવીન અને સાતત્યપૂર્ણ સામાજિક-આર્થિક પહેલો દ્વારા આપણે જે સમુદાયોની ઉત્થાનની કામગીરી કરી રહ્યાં છીએ તે સતત આગળ વધારવાની પ્રેરણા અને બળ પુરું પાડે છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ્સમાં વિશ્વ વિક્રમ સ્થાપિત કરવો એ ગ્રામીણ કલ્યાણ પ્રત્યેના આપણા સમર્પણની પુષ્ટિ પણ કરે છે અને સમુદાયોને અમારા નાણાકીય ઉકેલો દ્વારા તેમના જીવન-ચક્રમાં નાણાકીય સુલભતા પ્રદાન કરીને સશક્ત બનાવવાની કામગીરી ચાલુ રાખવા માટે અમને પ્રોત્સાહિત કરે છે.”વિશ્વ વિક્રમો હાંસલ કરવાના પોતાના સમૃદ્ધ વારસાને ધ્યાનમાં રાખીને પશુ વિકાસ દિવસને આ અગાઉ એક જ દિવસમાં આયોજિત સૌથી મોટા કેટલ કેર કેમ્પનું આયોજન કરવા બદલ વર્લ્ડ રેકોર્ડ્સ યુનિયન, લિમ્કા બુક ઓફ રેકોર્ડ્સ, બેસ્ટ ઓફ ઇન્ડિયા રેકોર્ડ્સ અને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સ દ્વારા માન્યતા આપવામાં આવી છે.