
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ આજે પોતાનો 34મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. આ ખાસ અવસર પર સૂર્યાને ચાહકો અને દિગ્ગજ ખેલાડીઓ તરફથી શુભેચ્છાઓ મળી રહી છે. સૂર્યાએ ટી20 ક્રિકેટમાં પોતાની અલગ જ ઓળખ બનાવી છે અને તે આ ફોર્મેટમાં ભારતીય ટીમને ઘણી યાદગાર જીત અપાવી ચૂક્યો છે. ટી20માં સૂર્યકુમાર જે રીતે બેટિંગ કરે છે તેને રોકવું દરેક ટીમ માટે મુશ્કેલ છે.
ટી20 સીરીઝમાં સૂર્યાની રમવાની આશા :
સૂર્યકુમારની બેટિંગ જોઈને દક્ષિણ આફ્રિકાના પૂર્વ કેપ્ટન એબી ડી વિલિયર્સની યાદ આવી જાય છે. સૂર્યાને ભારતના ‘મિસ્ટર 360’ કહેવું અયોગ્ય નથી. સૂર્યકુમાર યાદવ હાલમાં ઈજાનો સામનો કરી રહ્યો છે અને તે દલીપ ટ્રોફી 2024ની પ્રથમ બે મેચમાંથી બહાર રહ્યો છે. જો કે તે બાંગ્લાદેશ સામેની ટી20સીરીઝમાં રમે તેવી આશા છે. ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આવતા મહિને ત્રણ મેચની ટી20 સીરીઝ રમાવાની છે.સૂર્યકુમાર યાદવે ભારત માટે અત્યાર સુધીમાં 1 ટેસ્ટ, 71 ટી20 અને 37 વન ડે મેચ રમી છે. ટી20 ઈન્ટરનેશનલમાં સૂર્યાએ 42.66ની એવરેજથી 2,432 રન બનાવ્યા છે. જેમાં ચાર સદી અને 20 ફીફ્ટી સામેલ છે. ટી20 ઈન્ટરનેશનલમાં સૂર્યાનો સ્ટ્રાઈક રેટ 168.65 રહ્યો છે, જે તેની ધમાકેદાર બેટિંગ દર્શાવે છે. સૂર્યા લાંબા સમય સુધી ICC ટી20 રેન્કિંગમાં નંબર-1 બેટ્સમેન રહી ચૂક્યો છે. હાલમાં તે રેન્કિંગમાં નંબર-2 પર છે.
વર્ષ 2022 સૂર્યકુમાર યાદવ માટે ખૂબ જ દમદાર રહ્યું હતું. જ્યાં તેણે કુલ 31 આંતરરાષ્ટ્રીય ટી20 મેચમાં 1164 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 2 સદી અને 9 ફીફ્ટી ફટકારી હતી. આવું પહેલી વાર બન્યું હતું જ્યારે કોઈ ભારતીય બેટ્સમેન એક કેલેન્ડર વર્ષ દરમિયાન ટી20 ઈન્ટરનેશનલમાં હજાર રન બનાવી શક્યો હોય.જોવામાં આવે તો સૂર્યકુમાર એવો ત્રીજો બેટ્સમેન છે જેણે ટી20 ઈન્ટરનેશનલમાં ચાર કે તેથી વધુ સદી ફટકારી હોય. રોહિત શર્મા (ભારત) અને ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) જ ટી20 ઈન્ટરનેશનલમાં સદીના મામલે સૂર્યાથી આગળ છે. ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ ‘પ્લેયર ઓફ ધ મેચ’ એવોર્ડ જીતવાના મામલે સૂર્યા સંયુક્ત રીતે ટોપ પર છે. સૂર્યકુમાર, વિરાટ કોહલી (ભારત) અને વિરનદીપ સિંહ (મલેશિયા) ટી20 ઈન્ટરનેશનલમાં 16-16 વખત ‘પ્લેયર ઓફ ધ મેચ’ બન્યા છે. જોકે, સિકંદર રઝા (ઝિમ્બાબ્વે) અને મોહમ્મદ નબી (અફઘાનિસ્તાન) પણ વધારે પાછળ નથી.
— BCCI (@BCCI) September 14, 2024
intl. matches
intl. runs
T20I Hundreds
Here's wishing #TeamIndia T20I Captain @surya_14kumar a very Happy Birthdaypic.twitter.com/EyKaTp319P