
આજે સવારે બોલિવૂડના પ્રખ્યાત કલાકાર સતીશ કૌશિક (Satish Kaushik Death)નું નિધન થઇ ગયું. તેમના નિધનના સમાચારથી ફિલ્મી દુનિયામાં ગમગીની છવાઇ ગઇ છે. બધા તેમણે ભીની આંખોથી યાદ કરી રહ્યા છે. સતીશ કૌશિકના નિધનના સમાચાર સામે આવ્યા બાદ તેમની છેલ્લી સોશિયલ મીડિયા પોસ્ટ વાયરલ થઇ રહી છે. જે તેમણે હોળીના દિવસે શેર કરી હતી.7 માર્ચના રોજ તેમણે મુંબઇમાં જુહૂ સ્થિત શબાના આઝમીના ઘરે હોળી પાર્ટી એટેન્ડ કરી હતી. આ પાર્ટીમાં સતીશ કૌશિકે પોતાના મિત્રો સાથે ધમાકેદાર અંદાજમાં સેલિબ્રેશન કર્યું હતું. તેમણે હોળી સેલિબ્રેશનની તસવીરો પોતાના સોશિયલ મીડિયા પર શેર કરી હતી. તસવીરોમાં સતીશ કૌશિકની સાથે મહિમા ચૌધરી, જાવેદ અખ્તર, અલી ફઝલ અને રિચા ચઢ્ઢા જોવા મળી રહ્યા છે.