Tuesday, June 17, 2025
HomeIndiaસ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ...

સ્વાતિ માલીવાલ સાથે મારપીટ કેસનો વધુ એક VIDEO જાહેર, સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટક્યો

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

નવી દીલ્હી: આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે કથિતરૂપે મારપીટની ઘટના મામલે હવે વધુ એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો મુખ્યમંત્રી નિવાસમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજથી લેવાયો છે. આ વીડિયો હવે જાહેર કરી દેવામાં આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે સ્વાતિ માલીવાલને મહિલા ગાર્ડ સીએમ નિવાસની બહાર લઇને આવે છે. આ દરમિયાન તે મહિલા સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટકતાં પણ દેખાય છે. વીડિયો જોતાં ફરી અનેક તર્કવિતર્ક થવા લાગ્યા છે.

અગાઉ પણ એક વીડિયો સામે આવ્યો હતો

ઉલ્લેખનીય છે કે સ્વાતિ માલીવાલે મુખ્યમંત્રી કેજરીવાલના પીએ પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. અગાઉ પણ આ ઘટના અંગેનો વીડિયો સામે આવ્યો હતો જેના બાદથી સ્વાતિ માલીવાલ સામે સવાલો ઊઠવા લાગ્યા હતા.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here