Saturday, June 7, 2025
HomeGujaratવડોદરાના આજવા રોડ પરથી દારૂ ભરેલી રીક્ષા પકડાઈ : ડ્રાઇવર ફરાર

વડોદરાના આજવા રોડ પરથી દારૂ ભરેલી રીક્ષા પકડાઈ : ડ્રાઇવર ફરાર

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

- Advertisement -

વડોદરા : વડોદરામાં બાપોદ પોલીસે એક જ અઠવાડિયામાં દારૂના મોટા ત્રણ કેસ કર્યા છે. રૂ.5.22 લાખના દારૂ સાથે પાંચ દિવસ પહેલા એક આરોપીને પકડ્યો હતો ત્યારબાદ બે દિવસ અગાઉ પણ પોલીસે દારૂ સાથે બે આરોપીને પકડ્યા હતા. ગઈકાલે પણ બાપોદ પોલીસને માહિતી મળી હતી કે આજવા રોડ ચાચા નહેરૂનગર ખુલ્લા મેદાનમાં બાલવાટિકાની પાછળ એક આરોપી રિક્ષામાં દારૂની પેટીઓ લઈને ઉભો છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈને તપાસ કરતા રિક્ષા મળી આવી હતી. પરંતુ ડ્રાઇવર મળી આવ્યો ન હતો. રીક્ષામાં તપાસ કરતા પોલીસને વિદેશી દારૂની બાર બોટલ તથા બિયરના 24 ટીમ મળી કુલ 77,800 રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો.

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here