Friday, March 14, 2025
Homenationalલોકડાઉન-૨ અંગે પીએમ મોદીનું રાષ્ટ્રને ૧૦ વાગ્યે સંબોધન

લોકડાઉન-૨ અંગે પીએમ મોદીનું રાષ્ટ્રને ૧૦ વાગ્યે સંબોધન

Date:

Related stories

BREAKING: Ukraine Ceasefire Deal – Trump Urges Putin to...

Washington: The long-standing Russia-Ukraine war has reached a potential...

Pi Coin Price ( $PI ): A $1.8 to...

Short-Term Pi Price Predictions (0-12 months)Medium-Term Pi Price Predictions...

Software Developer Internship in 2025 | Apply Now!

Software Developer Latest Openings in 2025 Frontend Internship Opportunities AvailableBackend...

Entry-Level Jobs for Freshers – Internship And experience Apply...

Entry-Level Jobs for Freshers – Apply Today! ...

Air India Women’s Day 2025 – Celebrating Women in...

Introduction Air India is celebrating International Women’s Day with...

10 High-Paying Remote Jobs In Tech Hiring Now In...

High-Paying Remote Jobs In Tech Hiring Now In 20241....

લોકડાઉન-૨ જારી રહેશે પણ અનેક રાહતો મળવાની સંભાવના : ટેક્સટાઈલ, ઓટો મોબાઇલ, ઇલેક્ટ્રિક ચીજવસ્તુ બનાવનારાને રાહતો મળે તેવી સંભાવના

The Prime Minister is likely to give a final word on the coronavirus lockdown which will enter its final day tomorrow

નવીદિલ્હી, તા. ૧૩
કોરોના વાયરસના પરિણામ સ્વરુપે સમગ્ર દેશમાં જે લોકડાઉનની સ્થિતિ છે તે આવતીકાલે ખતમ થશે કે કેમ તે ફેંસલો આવતીકાલે સવારે જ થશે. આવતીકાલે સવારે ૧૦ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધન કરનાર છે. હજુ સુધી કોરોનાને કાબૂમાં લેવામાં સફળતા હાથ લાગી નથી જેથી લોકડાઉન-૨ નક્કી છે પરંતુ કેટલીક રાહતો ચોક્કસ વિસ્તારોમાં મળે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. હજુ સુધી કોરોનાના કારણે હાલત કફોડી બનેલી છે. આવી સ્થિતિમાં એવી અટકળો લાગી રહી છે કે, લોકડાઉનની અવધિ આગળ વધશે. જા કે મોદીએ આજે કોઇ વાત કરી ન હતી પરંતુ આવતીકાલે મંગળવારના દિવસે સવારે ૧૦ વાગે રાષ્ટ્રને સંબોધન કરનાર છે. લોકડાઉનના બીજા તબક્કામાં કેટલીક રાહતો મળનાર છે તેવા સંકેત મળવા લાગી ગયા છે. મોદી સરકાર તરફથી બીજા તબક્કામાં લોકડાઉનની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પરંતુ પંજાબ, મહારાષ્ટ્ર સહિતના કેટલાક રાજ્યો પહેલાથી જ લોકડાઉનની અવધિ વધારી ચુક્યા છે. ઓરિસ્સા અને બંગાળમાં પણ લોકડાઉનની અવધિ વધી ચુકી છે. મોટાભાગના રાજ્યો તરફથી લોકડાઉનને વધારવા માટેની વાત કરી છે પરંતુ સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. આવી સ્થિતિમાં બીજા તબક્કામાં લોકડાઉન નિશ્ચિત છે. હાલના દિવસોમાં જ્યારે વડાપ્રધાને મુખ્યમંત્રીઓ સાથે વાતચીત કરી હતી ત્યારે મોટાભાગના મુખ્યમંત્રીઓએ લોકડાઉનને વધારવાની વાત કરી હતી. હવે સવાલ એ છે કે, લોકડાઉનની અવધિ વધશે કે કેમ. જા લોકડાઉન વધશે તો કયા પ્રકારથી વધશે તેને લઇને પણ ચર્ચા છે. એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, આવતીકાલે સવારે જ્યારે મોદી દેશને સંબોધન કરશે ત્યારે લોકડાઉન-૨ની જાહેરાત કરશે. સાથે સાથે એવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે, કેટલીક રાહતો પણ મળી શકે છે. જાન ભી જહાન ભી જેવા શબ્દોનો ઉપયોગ કરીને મોદીએ બીજા તબક્કામાં લોકડાઉનને લંબાવવાના સંકેત આપી દીધા છે. જા કે ચિત્ર આવતીકાલે સવારે સ્પષ્ટ થશે. હકીકતમાં લોકડાઉનના કારણે દેશને ભારે નુકસાન થઇ રહ્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠને પણ કહ્યું છે કે, લોકડાઉન-૨માં લોકોની આજીવિકા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. મોદીએ કેન્દ્રીય પ્રધાનોને ઓફિસમાં જઇને કામ કરવા પણ સૂચના આપી દીધી છે. લોકડાઉનના પરિણામ સ્વરુપે ભારે નુકસાન થઇ રહ્યું છે. ભારત પહેલાથી જ આર્થિક મંદીમાં છે ત્યારે અર્થવ્યવસ્થાને કાબૂમાં લેવા માટે પણ પગલા જરૂરી છે. આજે કેન્દ્રીય મંત્રીઓ પોતપોતાની ઓફિસમાં પહોંચ્યા હતા. અર્થવ્યવસ્થા અને મજુરોની સ્થિતિને ધ્યાનમાં લઇને સરકાર નાના અને મધ્યમ ઉદ્યોગોને ખોલી શકે છે. મિટિંગમાં મોદીને સૂચન કરવામાં આવ્યું હતું કે, ફેક્ટરી મજુરો રહીને કામ કરે અને સોશિયલ ડિસ્ટેન્સિંગની સાથે ત્યાં જ રહે. ઘરે ન આવે. આવા કારખાનામાં કામ કરનાર મોટાભાગના લોકો કેમ્પમાં રહે છે. તેમને સ્પેશિયલ ટ્રેન અને બસની મદદથી ફેક્ટ્રીમાં પહોંચાડી શકાય છે. સમગ્ર એપ્રિલ મહિના દરમિયાન આ રીતે જ કામગીરી થશે. ટેક્સટાઈલ, ઓટો મોબાઇલ, ઇલેક્ટ્રીટ ચીજવસ્તુઓ બનાવનાર કંપનીઓ ખુલી શકે છે. હાઉસિંગ અને કન્સ્ટ્રક્શન સેક્ટરની સાથે માર્ગો ઉપર કામ કરનારને મંજુરી મળી શકે છે. મોબાઇલ, ઇલેક્ટ્રીક રિપેરની દુકાન, અન્યને મંજુરી મળી શકે છે.

રામાયણના સમયને ધ્યાનમાં લઇ સમય:- વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે રાષ્ટ્રને સંબોધન કરનાર છે. આ વખતે વડાપ્રધાને રાષ્ટ્રને સંબોધન કરવા માટે ૧૦ વાગ્યાનો સમય રાખ્યો છે. ગયા વખતે રાષ્ટ્ર સંબોધનના કારણે રામાયણ સિરિયલને આગળ વધારવામાં આવી હતી. આ વખતે રામાયણ સિરિયલ પ્રસારણ સમયને ધ્યાનમાં લઇને મોદીએ સમય ૧૦ વાગ્યાનો રાખ્યો છે. રામાયણનું પ્રસારણ તમામ લોકો નિહાળી શકે તે માટે સમય ૧૦ વાગે રાખવામાં આવ્યો છે. દૂરદર્શન પર હાલમાં સવારે ૯ વાગે રામાયણનું પ્રસારણ કરવામાં આવે છે. રામાયણની લોકપ્રિયતા દિનપ્રતિદિન વધી રહી છે. પહેલાની જેમ જ લોકો સવારે નવ વાગે રામાયણ નિહાળતા થઇ ગયા છે. સવારે ૯ વાગે રામાયણ પ્રસારણને ધ્યાનમાં લઇને આ વખતે ૧૦ વાગ્યાનો સમય કરવામાં આવ્યો છે. ગયા વખતે વહેલીતકે પ્રસારણ હોવાથી રામાયણના પ્રસારણના સમયને આગળ કરવામાં આવ્યો હતો. લોકડાઉન-૨ નિશ્ચિત છે. મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પંજાબ સહિતના છ રાજ્યો પહેલાથી જ ૩૦મી એપ્રિલ સુધી લોકડાઉનને વધારવાની જાહેરાત કરી ચુક્યા છે. આ સંદર્ભમાં નિર્ણય વડાપ્રધાનની સાથે બેઠકમાં હાલમાં જ લેવામાં આવ્યો હતો. રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરવામાં આવ્યા બાદ આવતીકાલે આ અવધિ પુરી થઇ રહી છે. દેશમાં કોરોનાના લીધે હજુ સુધી ૩૦૦થી પણ વધુ લોકોના મોત થઇ ચુક્યા છે. કેસોની સંખ્યા ૧૦૦૦૦ની નજીક પહોંચી છે. લોકો ઘરમાં રહે તે માટે હાલમાં વિતેલા વર્ષોની લોકપ્રિય ટીવી સિરિયલોનું પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.

The PMO is working with top government officials to draw up the blueprint to implement the Phase 2 of the Covid-19 lockdown. Prime Minister Narendra Modi is expected to sign off on the plan later in the day.

મોદીના સંબોધનની સાથે…:- કોરોના વાયરસના પરિણામ સ્વરુપે સમગ્ર દેશમાં જે લોકડાઉનની સ્થિતિ છે તે આવતીકાલે ખતમ થશે કે કેમ તે ફેંસલો આવતીકાલે સવારે જ થશે. આવતીકાલે સવારે ૧૦ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રને સંબોધન કરનાર છે. હજુ સુધી કોરોનાને કાબૂમાં લેવામાં સફળતા હાથ લાગી નથી જેથી લોકડાઉન-૨ નક્કી છે પરંતુ કેટલીક રાહતો ચોક્કસ વિસ્તારોમાં મળે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. હજુ સુધી કોરોનાના કારણે હાલત કફોડી બનેલી છે. મોદીના સંબોધનની સાથે સાથે નીચે મુજબ છે.

  • સવારે ૧૦ વાગે તમામ લોકો ટીવી પર ગોઠવાઈ જશે
  • લોકડાઉનને લઇને મોદી કેવા પગલા લે છે તેને લઇને વાતચીત શરૂ કરાઈ
  • મોદી લોકડાઉન દરમિયાન કયા મુદ્દા પર હવે વાત કરે છે તેને લઇને લોકોમાં અટકળો
  • સમગ્ર દેશમાં લોકડાઉનને લંબાવાશે કે પછી રાહત આપવામાં આવશે તેને લઇને ચર્ચા
  • વડાપ્રધાનની સૂચના બાદ કેન્દ્રીય મંત્રીઓ પોતપોતાની ઓફિસમાં પહોંચ્યા બાદ રાહત મળવાની ઉત્સુકતા દેશાઈ
  • પ્રાપ્ત માહિતી મુજબ ટેક્સટાઈલ, ઓટો મોબાઇલ, ઇલેક્ટ્રીક ચીજવસ્તુ બનાવનાર કંપનીઓ શરૂ થઇ શકે છે
  • હાઉસિંગ અને કન્સ્ટ્ર્‌ક્શન સેક્ટરની સાથે અન્યોને પણ રાહત મળી શકે છે
  • મોબાઇલ, ઇલેક્ટ્રીક રિપેરની દુકાન, કપડા ધોનાર લોકો, ચંપલ બનાવનાર લોકો, પ્રેસ કરનાર લોકોને રાહત મળી શકે છે
  • સોશિયલ ડિસ્ટેન્સ રાખીને નાની મોટી કંપનીઓને શરૂ કરવાની મંજુરી મળી શકે છે
  • ઓછા કર્મચારીઓ જ્યાં કામ કરે છે તેવા ઉદ્યોગને પણ ખોલવામાં આવશે
  • નાના અને મધ્યમ ઉદ્યોગમાં કામ કરતા કર્મચારીઓને લાવા લઇ જવા માટે સ્પેશિયલ ટ્રેન અને બસની મદદ લેવાશે.


BREAKING: Ukraine Ceasefire Deal – Trump Urges Putin to...

Washington: The long-standing Russia-Ukraine war has reached a potential...

Pi Coin Price ( $PI ): A $1.8 to...

Short-Term Pi Price Predictions (0-12 months)Medium-Term Pi Price Predictions...

Software Developer Internship in 2025 | Apply Now!

Software Developer Latest Openings in 2025 Frontend Internship Opportunities AvailableBackend...

Entry-Level Jobs for Freshers – Internship And experience Apply...

Entry-Level Jobs for Freshers – Apply Today! ...

Air India Women’s Day 2025 – Celebrating Women in...

Introduction Air India is celebrating International Women’s Day with...

10 High-Paying Remote Jobs In Tech Hiring Now In...

High-Paying Remote Jobs In Tech Hiring Now In 20241....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here