Saturday, March 15, 2025
HomeGujaratAhmedabadમમતા મશીનરી લિમિટેડનો આઈપીઓ ગુરુવાર, 19 ડિસેમ્બર, 2024ના રોજ ખૂલશે

મમતા મશીનરી લિમિટેડનો આઈપીઓ ગુરુવાર, 19 ડિસેમ્બર, 2024ના રોજ ખૂલશે

Date:

Related stories

BREAKING: Ukraine Ceasefire Deal – Trump Urges Putin to...

Washington: The long-standing Russia-Ukraine war has reached a potential...

Pi Coin Price ( $PI ): A $1.8 to...

Short-Term Pi Price Predictions (0-12 months)Medium-Term Pi Price Predictions...

Software Developer Internship in 2025 | Apply Now!

Software Developer Latest Openings in 2025 Frontend Internship Opportunities AvailableBackend...

Entry-Level Jobs for Freshers – Internship And experience Apply...

Entry-Level Jobs for Freshers – Apply Today! ...

Air India Women’s Day 2025 – Celebrating Women in...

Introduction Air India is celebrating International Women’s Day with...

10 High-Paying Remote Jobs In Tech Hiring Now In...

High-Paying Remote Jobs In Tech Hiring Now In 20241....

મમતા મશીનરી લિમિટેડ (“MML” or “The Company”) ગુરુવાર, 19 ડિસેમ્બર, 2024ના રોજ ઇક્વિટી શેર્સના તેના આઈપીઓ સંદર્ભે બિડ ઓફર સમયગાળો ખોલવા જઈ રહી છે. ઇક્વિટી શેર્સ (પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના) ની કુલ ઓફર સાઇઝમાં પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર્સ દ્વારા 73,82,340 (73.82 લાખ ઇક્વિટી શેર્સ) સુધીના શેર્સની વેચાણ માટેની ઓફર (“Offer for Sale”) નો સમાવેશ થાય છે (“Total Offer Size”).વેચાણ માટેની ઓફરમાં મહેન્દ્ર પટેલ દ્વારા 5,34,483 સુધીના ઇક્વિટી શેર્સ, નયના પટેલ દ્વારા 19,67,931 સુધીના ઇક્વિટી શેર્સ, ભગવતી પટેલ દ્વારા 12,27,042 સુધીના ઇક્વિટી શેર્સ, મમતા ગ્રુપ કોર્પોરેટ સર્વિસીઝ એલએલપી દ્વારા 21,29,814 સુધીના ઇક્વિટી શેર્સ અને મમતા મેનેજમેન્ટ સર્વિસીઝ એલએલપી દ્વારા 15,23,070 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે (“Promoter Selling Shareholders”). ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 230થી રૂ. 243 (the “Price Band”) ફિક્સ કરવામાં આવી છે. કિંમતમાં એમ્પ્લોઇ રિઝર્વેશન પોર્શનમાં બિડ કરી રહેલા લાયક કર્મચારીઓને ઇક્વિટી શેર દીઠ રૂ. 12ના ડિસ્કાઉન્ટનો સમાવેશ થાય છે (“Employee Reservation Portion Discount”).બિડ્સ લઘુતમ 61 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 61 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે (The “Bid Lot”).એન્કર ઇન્વેસ્ટર બિડ/ઓફર સમયગાળો બુધવાર, 18 ડિસેમ્બર, 2024ના રોજ ખૂલશે અને બંધ થશે. બિડ/ઓફર સમયગાળો ગુરુવાર, 19ડિસેમ્બર, 2024ના રોજ ખૂલશે અને સોમવાર, 23 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે (The “Bid Details”).ઇક્વિટી શેર્સ અમદાવાદ ખાતે રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, ગુજરાતમાં 12 ડિસેમ્બર, 2024ના રોજ ફાઇલ કરાયેલા કંપનીના રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસદ્વારા ઓફર કરવામાં આવી રહ્યા છે. રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ દ્વારા ઓફર કરાતા ઇક્વિટી શેર્સ બીએસઈ લિમિટેડ (“BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (“NSE” together with BSE, the “Stock Exchanges”) જેવા શેરબજારો પર લિસ્ટ કરવાની યોજના છે. ઓફરના હેતુઓ માટે બીએસઈ નિયુક્ત સ્ટોકએક્સચેન્જ રહેશે (The “Listing Details”). બીલાઇન કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ આ ઓફરના બુક રનિંગ લીડ મેનેજર છે (The “BRLMs”). અહીં ઉપયોગમાં લેવાયેલી પરંતુ વ્યાખ્યા ન કરાયેલી તમામ કેપિટલાઇઝ્ડ ટર્મ્સનો આરએચપીમાં જણાવ્યા મુજબનો અર્થ થશે.

આ ઓફર સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 31 સાથે વાંચતા તથા એસસીઆરઆરના નિયમ 19(2) (બી)ના સંદર્ભે કરવામાં આવી રહી છે. સેબી આઈસીડીઆર નિયમનોના નિયમન 6(1)ના સંદર્ભે બુક બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા કરવામાં આવી રહેલી આ ઓફરમાં નેટ ઓફરના લઘુત્તમ 50 ટકા પ્રમાણસર ધોરણે ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (“QIBs”) (the “QIB Portion”)ને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, એ શરતે કે અમારી કંપની સેબી બુક રનિંગ લીડ મેનેજર્સ સાથે ચર્ચા કરીને મુજબ ક્યુઆઈબી હિસ્સાનો 60 ટકા સુધીનો હિસ્સો વિવેકાધીન ધોરણે એન્કર ઇન્વેસ્ટર્સ (the “Anchor Investor Portion”)ને ફાળવી શકે છે જે પૈકી એક-તૃત્યાંશ હિસ્સો સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ માટે અનામત રાખવામાં Not for distribution outside Indiaઆવશે, જે સેબી આઈસીડીઆર નિયમનો મુજબ એન્કર ઇન્વેસ્ટર્સને ફાળવણી કરવામાં આવી હોય તે (“Anchor Investor Allocation Price”) અથવા તેનાથી વધુ કિંમતે સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ તરફથી મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં અંડર સબ્સ્ક્રીપ્શન અથવા નોન-એલોકેશનના કિસ્સામાં બાકીના શેર્સ નેટ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે. આ ઉપરાંત નેટ ક્યુઆઈબી પોર્શનના 5 ટકા માત્ર મ્યુચ્યુઅલ ફંડ્સને જ પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે અને નેટ ક્યુઆઈબી પોર્શનનો બાકીનો હિસ્સો મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત તમામ ક્યુઆઈબી બિડર્સને પ્રમાણસર ધોરણે ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે, જે ઓફર કિંમત કે તેનાથી વધુ કિંમતે મળેલી માન્ય બિડ્સને આધીન રહેશે. જોકે મ્યુચ્યુઅલ ફંડ્સ તરફથી કુલ માંગ નેટ ક્યુઆઈબી પોર્શનના 5 ટકા કરતા ઓછી હોય તો મ્યુચ્યુઅલ ફંડ પોર્શનમાં ફાળવણી માટે ઉપલબ્ધ રહેલા બાકીના ઇક્વિટી શેર્સ તમામ ક્યુઆઈબીને પ્રમાણસર ફાળવણી માટે બાકીના નેટ ક્યુઆઈબી પોર્શનમાં ઉમેરવામાં આવશે. આ ઉપરાંત, નેટ ઓફરના મહત્તમ 15 ટકા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને (Non-Institutional Portion”) ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે (જે પૈકી નોન ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનનો એક તૃત્યાંશ હિસ્સો રૂ. 0.20 મિલિયનથી રૂ. 1.00 મિલિયન વચ્ચેની એપ્લિકેશન સાઇઝ વચ્ચેના બિડર્સ માટે અનામત રહેશે અને નોન-ઇન્સ્ટિટ્યૂશનલ કેટેગરીનો બે-તૃત્યાંશ હિસ્સો રૂ. 1.00 મિલિયનથી વધુની બિડ સાઇઝ ધરાવતા નોન-ઇન્સ્ટિટ્યૂશનલ બિડર્સને ફાળવણી માટે અનામત રહેશે) અને નોન ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનની આ બે સબ કેટેગરીઝ પૈકીની ગમે તે એકમાં અંડર સબ્સ્ક્રીપ્શનના કિસ્સામાં સેબી આઈસીડીઆર નિયમનો મુજબ નોન-ઇન્સ્ટિટ્યૂશનલ પોર્શનની અન્ય સબ કેટેગરીઝમાં બિડર્સને ફાળવવામાં આવી શકે છે જે ઓફરકિંમતે કે તેનાથી વધુ કિંમતે પ્રાપ્ત માન્ય બિડ્સને આધીન રહેશે. નેટ ઓફરના લઘુતમ 35 ટકા સેબી આઈસીડીઆર નિયમનો મુજબ રિટેલ ઇન્ડિવિડ્યુઅલ બિડર્સને ફાળવણી માટે ઉપલબ્ધ રહેશે જે ઓફર કિંમતે કે તેનાથી વધુ કિંમતે પ્રાપ્ત માન્ય બિડ્સને આધીન રહેશે. તમામ સંભવિત બિડર્સે (એન્કર ઇન્વેસ્ટર્સ સિવાય) આ ઓફરમાં તેમના સંબંધિત ASBA ખાતાની વિગતો અને યુપીઆઈ બિડર્સના કિસ્સામાં યુપીઆઈ આઈડી (અહીં જણાવ્યા મુજબ)ની વિગતો પૂરી પાડીને ફરજિયાતપણે એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ (“ASBA”) પ્રોસેસ દ્વારા જ ભાગ લેવાનો રહેશે જેમાં બિડની સંબંધિત રકમ સેલ્ફ સર્ટિફાઇડ સિન્ડિકેટ બેંકો (“SCSBs”) દ્વારા અથવા સ્પોન્સર બેંકો દ્વારા, જે લાગુ પડતી હોય તે, મુજબ બ્લોક કરવામાં આવશે. એન્કર ઇન્વેસ્ટર્સને ASBA પ્રોસેસ થકી એન્કર ઇન્વેસ્ટર પોર્શનમાં ભાગ લેવાની પરવાનગી નથી. વધુ વિગતો માટે પેજ 387 પર “Offer Procedure” વાંચો.

BREAKING: Ukraine Ceasefire Deal – Trump Urges Putin to...

Washington: The long-standing Russia-Ukraine war has reached a potential...

Pi Coin Price ( $PI ): A $1.8 to...

Short-Term Pi Price Predictions (0-12 months)Medium-Term Pi Price Predictions...

Software Developer Internship in 2025 | Apply Now!

Software Developer Latest Openings in 2025 Frontend Internship Opportunities AvailableBackend...

Entry-Level Jobs for Freshers – Internship And experience Apply...

Entry-Level Jobs for Freshers – Apply Today! ...

Air India Women’s Day 2025 – Celebrating Women in...

Introduction Air India is celebrating International Women’s Day with...

10 High-Paying Remote Jobs In Tech Hiring Now In...

High-Paying Remote Jobs In Tech Hiring Now In 20241....

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

Latest stories

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here