Saturday, August 9, 2025
HomeEntertainmentBollywoodજેક્લીન ફેન્સને અભિનેત્રી બનવાની ટિપ્સ પુરી પાડશે

જેક્લીન ફેન્સને અભિનેત્રી બનવાની ટિપ્સ પુરી પાડશે

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

મુંબઇ,તા. ૨૪
આલિયા ભટ્ટ બાદ હવે ખુબસુરત જેક્લીન પણ યુટ્યુબ ચેનલ શરૂ કરવાની યોજના ધરાવે છે. તમામ ફેન્સને અભિનેત્રી બનવા માટેની જરૂરી ટિપ્સ પણ આપનાર છે. જેક્લીન આ ચેનલને લઇને આશાવાદી બનેલી છે. બોલિવુડની લોકપ્રિય અભિનેત્રી અને અને પૂર્વ મિસ શ્રીલંકા જેક્લીન પણ હવે યુટ્યુબ ચેનલ શરૂ કરનાર છે. ચેનલ શરૂ કરવા પાછળના હેતુ અંગે પુછવામાં આવતા જેક્લીને કહ્યુ હતુ કે આના કારણે રચનાત્મક બાબતોને ફેલાવવા માટેના પ્રયાસ કરવામાં આવનાર છે. ચેનલ શરૂ કરવા પાછળના હેતુ અંગે વધારે માહિતી આપતા જેક્લીને કહ્યુ હતુ કે આ ચેનલ પર અપલોડ કરવામાં આવનાર વિડિયો મારફતે તે ફેન્સને અભિનેત્રી બનવા માટે શુ કરી શકાય છે તે અંગે જરૂરી માહિતી આપશે. એક અભિનેત્રી બનવા માટે કઇ કઇ ચીજા જરૂરી છે તે અંગે માહિતી આપશે. તેનુ કહેવુ છે કે અભિનેત્રીને ક્યાં ક્યા કામ કરવા પડે છે તે અંગે પણ માહિતી આપશે. તે વિડિયોમાં આ બાબત પણ દર્શાવશે કે તેને કેરિયરમાં હજુ સુધી કઇ કઇ બાબતો શિખી છે. જેક્લીને કહ્યુ છે કે તે પોતાની કેરિયર અને લાઇફની તમામ બાબતોને શેયર કરનાર છે. તેનુ કહેવુ છે કે સવારમાં દિનની શરૂઆતથી લઇને બાકી તમામ ચીજા પર તે બ્લોગ શેયર કરનાર છે. અભિનેત્રી જેક્લીન પોતાની ચેનલ મારફતે બ્યુટી ટિપ્સથી લઇને ફેશન સેન્સ, પોતાની ફિટનેસ, ટ્રેવલ અને અન્ય બાબતો અંગે માહિતી આપશે. જેક્લીને કહ્યુ છે કે તે સપ્તાહમાં અથવા તો દસ દિવસની અંદર એક વિડિયો શેયર કરશે. સોશિયલ મિડિયા પર તેના વિડિયોને લઇને ભારે ચર્ચા છે. તમામ ચીજા પર શેયર બ્લોગ કરવામાં આવનાર છે. જેક્લીનને બોલિવુડમાં સૌથી લોકપ્રિય સ્ટાર પૈકી એક તરીકે ગણવામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here