Friday, August 8, 2025
HomeBreaking Newsગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને લઈને મહત્ત્વનો નિર્ણય લીધો

ગુજરાત સરકારે સરકારી કર્મચારીઓને લઈને મહત્ત્વનો નિર્ણય લીધો

Latest stories

Subscribe

- Never miss a story with notifications

- Gain full access to our premium content

- Browse free from up to 5 devices at once

જેમાં સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ પહેલી જાન્યુઆરી 2024થી આપવાની જાહેરાત કરી છે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય કુલ 4.71 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.73 લાખ નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળશે.

જાન્યુઆરીથી ફેબ્રુઆરીનો તફાવત જુલાઈના પગારમાં મળશે
મોંઘવારી ભથ્થાની 6 મહિનાની એટલે કે પહેલી જાન્યુઆરી 2024થી 30મી જૂન 2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે. આ ઉપરાંત જાન્યુઆરી-2024 તથા ફેબ્રુઆરી-2024 મહિનાની તફાવતની રકમ જુલાઈ-2024ના પગાર સાથે માર્ચ અને એપ્રિલ-2024ની તફાવતની રકમ ઓગષ્ટ-2024ના પગાર સાથે તેમજ મે અને જૂન-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ સપ્ટેમ્બર-2024ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here